
લાંબા સમયથી રાજસ્થાનની જેલમાં હતાં .વિક્રમ ભટ્ટ અને તેમનાં પત્નીને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન.વિક્રમ ભટ્ટ તરફથી એવી દલીલ કરાઈ હતી કે પોતે જેલની બહાર આવશે તો જ બાકીની ફિલ્મોના પ્રોજેક્ટ આગળ વધારી શકશે.ફિલ્મ સર્જક વિક્રમ ભટ્ટ તથા તેમનાં પત્ની શ્વેતામ્બરી ભટ્ટને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન અપાયા છે. ચાર ફિલ્મ બનાવવા માટે ૩૦ કરોડ રુપિયા લીધા બાદ બે જ ફિલ્મો બનાવીને છેતરપિંડી કરવાનો તેમની સામે આરોપ હતો. પતિ-પત્ની બંને આશરે બે માસથી રાજસ્થાનનાં ઉદયપુરની જેલમાં હતાં. ઉદયપુરના એક ડોક્ટરે તેમનાં સ્વર્ગસ્થ પત્નીની બાયોપિક માટે વિક્રમ ભટ્ટને પૈસા આપ્યા હતા. બાદમાં વિક્રમ ભટ્ટ તથા તેમના વચ્ચે કુલ ચાર ફિલ્મો બનાવી આપવાનો કરાર થયો હતો પરંતુ વિક્રમ ભટ્ટે ફિલ્મો નહિ બનાવીને નાણાંની ઉચાપત કરી છે તેવો આરોપ હતો.
ચીફ જસ્ટીસ સૂર્યકાંત , જસ્ટીસ જાેયમાલા બાગચી તથા જસ્ટીસ વિપુલ પંચોલીની બેન્ચે આ દંપતીને જામીન નકારતા રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને ફગાવ્યો હતો અને તેમને રેગ્યુલર જામીન મંજૂર કર્યા હતા. સાથે સાથે સુપ્રીમ કોર્ટે એવું નિરીક્ષણ પણ કર્યું હતું કે આ ઝઘડો એક ધંધાદારી વિવાદને લગતો છે અને તેથી બંને પક્ષકારોએ સમાધાનનો માર્ગ અપનાવવો જાેઈએ. અદાલતે બંને પક્ષકારોને સુપ્રીમ કોર્ટનાં મધ્યસ્થી કેન્દ્ર સમક્ષ હાજર થવાનો ર્નિદેશ પણ આપ્યો હતો. કેસના મૂળ ફરિયાદી તરફથી એવી દલીલ કરાઈ હતી કે વિક્રમ ભટ્ટ તેમની જૂની ગુડવિલના નામે લોકો પાસેથી ફિલ્મો બનાવવાના નામે પૈસા મેળવે છે અને તેમની ફડચામાં ગયેલી કંપનીમાં વાળે છે. વિક્રમ ભટ્ટ તરફથી એવી દલીલ કરાઈ હતી કે પોતે જેલની બહાર આવશે તો જ બાકીની ફિલ્મોના પ્રોજેક્ટ આગળ વધારી શકશે.




