
‘આ શું ચક્કર છે, કોઈ સમજાવો પ્લીઝ’ : ઝરીન.ઝરીન ખાને સોશિયલ મીડિયા પર અભદ્ર કમેન્ટ સામે નારાજગી દર્શાવી.ઝરીન ખાને ૨૦૧૦માં પિરીયડ ડ્રામા ‘વીર’થી સલમાન ખાન સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.ઝરીન ખાને ૨૦૧૦માં પિરીયડ ડ્રામા ‘વીર’થી સલમાન ખાન સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તે સોશિયલ મીડિયા પર જે રીતે લોકો અભદ્ર કમેન્ટ્સ કરે છે અને વાંધાજનક વાતો કરે છે, તેની સખત વિરોધમાં છે. તેણે મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ પ્રકારના લોકોનો ઉધડો લીધો હતો. તેઓ લગભગ તેની દરેક પોસ્ટ નીચે અયોગ્ય અને અપમાનજનક કમેન્ટ્સ કરીને બાગી જાય છે. ઝરીને એક વીડિયો મેસેજમાં તેના ફોલોવર્સને સંબોધીને સોશિયલ મીડિયા પર વધી રહેલી નકારાત્મકતાઓ પર અકળામણ વ્યક્ત કરી હતી.ઝરીને કહ્યું કે આ બધું દેખીતી રીતે જ અકળાવી દે એવું છે, “હેલો એવરીવન. શું તમારી સાથે પણ આવું થાય છે?
જેવું હું કંઈ પોસ્ટ કરું છું, આવી કમેન્ટ્સ આવવાની શરૂ થઈ જાય છે. લોકો પાણી અને પીચના ઇમોજી મુકે છે, કોઈ લખે છે, ‘સેવાઓ ઉપલબ્ધ છે’, ‘છોકરાઓ આવી જાઓ’ કે પછી ‘બોયળેન્ડની જરૂર છે, ઘરમાં એકલી છું’” આગળ ઝરીન કહે છે, તે ગમે તે પોસ્ટ કરે, લોકો તેની સાતમણી કરવાનું ચૂકતાં નથી, પછી તેની કોઈ ખુશીની વાત હોય કે પછી તે પોતાના અંગત વિચારો રજૂ કરતી હોય, કે પછી કોઈને શ્રદ્ધાંજલિ પણ આપતી હોય. “હું શું શેર કરું છું, તેનાથી કોઈ ફરક પડતો નથી, લોકો ગંદી વાતો કરવાનું બહાનું શોધી જ લે છે. ઘણી કમેન્ટ્સ એટલી ગંદી હોય છે કે, તે જાેઈને આંચકો લાગી જાય છે.”ઝરીને આ વીડિયો મેસેજની પોસ્ટની કૅપ્શનમાં લખ્યું છે, “આ શું ચક્કર છે..કોઈ સમજાવો પ્લીઝ. અને શું તમારી સાથે પણ આવું થાય છે? મને કમેન્ટ્સમાં જણાવો.”




