
લાઇફ જેકેટ વિના દરિયામાં સંઘર્ષ કરતો દેખાયો,.ઝુબીન ગર્ગનો મૃત્યુ પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ.
સિંગર ઝુબીન ગર્ગ નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે સિંગાપોરમાં રોકાયો હતો.‘યા અલી’ ફેમ સિંગર ઝુબીન ગર્ગનું ૧૯ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં અવસાન થયું. મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં હજારો લોકોની ભીડે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન, ઝુબીનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સમુદ્રમાં તરતો જાેવા મળી રહ્યો છે. જાેકે, દિવ્ય ભાસ્કર આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.વીડિયોમાં, ઝુબિન લાઇફ જેકેટ વિના તરતો જાેઈ શકાય છે. તે સ્વીમિંગ કરતા સમયે ન માત્ર સ્ટ્રગલ કરતો દેખાઈ રહ્યો છે, પરંતુ તે હાંફતો હોવાનો અને થાકેલો પણ દેખાઈ રહ્યો છે. આ દરમિયાન તેના મિત્રો પણ ત્યાં ઉપસ્થિત છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘જાે તે પહેલાથી જ સારવાર હેઠળ છે,
તો તેને આવા કામ કરવાની પરવાનગી કોણે આપી?’બીજા યુઝરે લખ્યું, ‘તેની પાસે લાઇફ જેકેટ નહોતું, તે થાકી ગયો હતો અને કદાચ થોડો નશામાં હતો. તે ઉપરાંત, તેના કહેવાતા મિત્રો તેને આમ કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. બધાને ખબર હતી કે તેને સિઝર ડિસઓર્ડર છે. એવું લાગે છે કે આ બધું આયોજનબદ્ધ હતું. સારું, આપણે આપણો એકમાત્ર ઝુબીન ગર્ગ ગુમાવી દીધો છે.’અન્ય એક યુઝરે લખ્યું, ‘ખરેખર, કોઈ તેને મદદ કરવા આવ્યું નહીં. તે હોડી સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.’આ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં ઝુબીન યોટ પર પાર્ટી કરતો જાેવા મળ્યો હતો. બેકગ્રાઉન્ડમાં લોકોના હસવાનો અવાજ અને જાેરથી સંગીત સંભળાઈ રહ્યું હતું. ક્લિપમાં ઝુબીન દરિયામાં તરવા માટે કૂદતા પહેલા પોતાનું લાઈફ જેકેટ વ્યવસ્થિત કરતો દેખાયો હતો. પછી તે પાણીમાં કૂદી પડે છે. પાણીમાં પ્રવેશ્યા પછી સિંગર અસ્વસ્થ દેખાતો હતો.સિંગર ઝુબીન ગર્ગ નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે સિંગાપોરમાં હતો. ત્રણ દિવસનો આ મહોત્સવ શુક્રવાર, ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થવાનો હતો અને ઝુબીન ૨૦ સપ્ટેમ્બરના રોજ પરફોર્મ કરવાનો હતો.




