Gujarat News: વડોદરા મકરપુરા વિસ્તારમાં સંસ્કાર ટેનામેન્ટમાં રહેતો પરિવાર મહેસાણા લગ્ન પ્રસંગમાં ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડા 35 હજાર મળી 1.31 લાખની મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જેથી યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
અમારા મકાનના દરવાજાને લોક મારી મહેસાણા ખાતે લગ્ન પ્રસંગમા ગયા હતા
શહેરના મકરપુરા ડેપોની પાછળ આવેલા સંસ્કાર ટેનામેન્ટમાં રહેતા નિલેશભાઈ મંગુભાઇ પટેલે ફરીયાદ નોંધાવી છે કે ગત 22 ફેબ્રુઆરીના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સુમારે હુ મારા પરીવાર સાથે અમારા મકાનના દરવાજાને લોક મારી મહેસાણા ખાતે લગ્ન પ્રસંગમા ગયા હતા.
1.31 લાખની ચોરી થઇ હોવાનુ માલુમ પડ્યું હતું
લગ્ન પ્રસંગ પતાવી તા.24/02/024ના રોજ અમારા પરીવાર સાથે ઘરે સાંજના પાંચેક વાગ્યાના સુમારે અમારા ઘરે આવ્યા હતા. ત્યારે અમારા ઘરના મુખ્ય દરવાજાનું લોક તુટેલું હતુ અને ઘરમાં જઈ તપાસ કરતાં સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો અને બેડ રૂમમાં રાખેલી તીજોરીનુ લોક તુટેલુ હતુ અને સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપીયા 35 હજાર મળી 1.31 લાખની મતાની ચોરી થઇ હોવાનુ માલુમ પડ્યું હતું.