
વિશેષ પૂજા-અર્ચના સાથે સેંકડોની સંખ્યામાં કાળા દોરા સિદ્ધ કરાયાંડભોડામાં ડભોડિયા હનુમાન દાદાની મહાઆરતીમાં ૩ લાખ ભક્તો ઊમટ્યાંડભોડામાં ધનતેરસથી મંદિર આસપાસ ભવ્ય મેળો ભરાય છે. જે કાળી ચૌદશના દિવસ સુધી ચાલુ રહે છેગાંધીનગર પાસે આવેલા ડભોડા ગામમાં ‘ડભોડિયા હનુમાન’ દાદા તરીકે પ્રચલિત તીર્થધામમાં ધનતેરસની મધરાતથી ધર્માેત્સવ જેવો માહોલ જામ્યો હતો. હનુમાન દાદાની મહાઆરતી અને વિશેષ પૂજા અર્ચના કરવાનો પ્રસંગ ૧૮ ઓક્ટોબરને શનિવારે (ધનતેરસ) રાત્રે ભારે શ્રદ્ધા સાથે ઉજવાયો હતો. શનિવારે બપોર પછી ભક્તોનો ભારે ધસારો થવા લાગ્યો હતો.
તેના પગલે સમગ્ર ગામમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. આ અવસરનો લ્હાવો લેવા માટે ૩ લાખથી વધુ ભક્તો ઊમટી પડ્યા હતાં.કાળી ચૌદશના દિવસે અંજની પુત્ર હનુમાન દાદાની વિશેષ પૂજા અર્ચના કરવાનો મહિમા વર્ષાેથી ચાલ્યો આવે છે. આ દિવસે હનુમાન દાદાની મૂર્તિ પર ભક્તો દ્વારા તેલનો અભિષેક કરવામાં આવે છે. ડભોડા હનુમાન મંદિરના પૂજારી રાજેશ મહેતાએ જણાવ્યું કે ૧૮ ઓક્ટોબરને શનિવારે રાત્રે ૧૨ વાગે દાદાની મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે સેંકડોની સંખ્યામાં કાળા દોરાને સિદ્ધ કરવામાં આવ્યા હતાં. તે પછી દિવસ દરમિયાન કાળી ચૌદસનો મેળો યોજાયો હતો. તેમાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પ્રજા અને રાજ્યના અનેક શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતાં.ડભોડામાં ધનતેરસથી મંદિર આસપાસ ભવ્ય મેળો ભરાય છે. જે કાળી ચૌદશના દિવસ સુધી ચાલુ રહે છે. તેમાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પ્રજા અને રાજ્યના અનેક શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતાં. મેળામાં ભક્તોના ધસારાને અનુલક્ષી મંદિરના સ્વયંસેવકો અને ગામના યુવાનો દ્વારા ખૂબ સારી વ્યાવસ્થા ગોઠવવામાં આવી હતી. વાહન પાર્કિંગ માટે પણ ગામના યુવાનો સહભાગી થયાં હતાં. જાે કે વાહન પાર્કિંગની વ્યવસ્થા એક કિલો મિટર દૂર રાખવામાં આવી હોવાથી મંદિર નજીક ભીડ ટ્રાફિક જામની સમસ્યા વર્તાઇ ન હતી. તેમ છતાં સલામતી માટે પોલીસના ૩૦૦થી વધુ જવાનોએ બંદોબસ્ત જાળવ્યો હતો.




