
ગુજરાત સરકારના હકારાત્મક અભિગમને કારણે શિક્ષણ વિભાગમાં જ્યારથી પારદર્શક કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારબાદ સૌપ્રથમ વખત જુના શિક્ષકોને બદલી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેના ફળ સ્વરૂપે આપણે આજે એક એતિહાસિક નિર્ણયના સાક્ષી બની રહ્યા છીએ જે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની વાત છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય ભરતી, જુના શિક્ષકોની ભરતી, શિક્ષણ સહાયકોની ભરતી તેમજ વહીવટી કર્મચારીઓની બઢતી પ્રક્રિયા વગેરે જેવા હકારાત્મક નિર્ણયો લેવાયા છે. જુના શિક્ષક ભરતી પ્રક્રિયા 2025 અંતર્ગત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જિલ્લાના શિક્ષકોને તેમની પસંદગીના જિલ્લાઓમાં કે વતનમાં નિમણૂક હુકમ એનાયત કરવામાં આવનાર છે જે અંતર્ગત ગાંધીનગરના સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર ખાતે જુના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં 79 માધ્યમિક વિભાગમાં અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 94 શિક્ષકોને એમ કુલ 173 ઉમેદવારોને ઇચ્છિત જગ્યાએ નિમણૂક હુકમ આપવામાં આવનાર છે જે આપણા સૌ માટે ખૂબ જ આનંદદાયક અને આવકારદાયક છે
કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન મુખ્ય મહેમાન તરીકે તેમજ અતિથિ વિશેષ તરીકે ઉત્તર ધારાસભ્ય રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા
ઉપરાંત ભગવાનભાઈ પ્રજાપતિ, ગાંધીનગરના શિક્ષણ અધિકારી , તેમજ અન્ય શિક્ષક ગણ અને શિક્ષણ સંગના હોદ્દેદારોની હાજરીમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો
