
અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલથી સમગ્ર દેશના લોકોમાં આક્રોશ છે અને જ્યારથી ટ્રેડ ડીલના સમાચાર આવ્યા છે, ત્યાંરથી આમ આદમી પાર્ટી પણ મજબૂતીથી આ મુદ્દે અવાજ ઉઠાવી રહી છે. તો ગુજરાતમાં ખેડૂતો વેપારીઓ અને સામાન્ય લોકોને ટ્રેડ ડીલથી થનારી તકલીફો મુદ્દે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિથી નાના માણસોને પડતી તકલીફો મુદ્દે પણ રજૂઆત કરવા આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે ગુજરાત રાજ્યના રાજ્યપાલ સમક્ષ મુલાકાત માટે સમય માંગ્યો છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી, મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ સહિતના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સમક્ષ મુલાકાત માટે સમય આપ્યો છે. આશા છે કે રાજ્યપાલ આવતીકાલે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળને મુલાકાત માટે સમય ફાળવશે અને ટ્રેડ ડીલની ગંભીર અસરો મુદ્દે આમ આદમી પાર્ટીની રજૂઆતો સાંભળશે.




