આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ તથા કિસાન મોરચા પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક તાલુકામાં 10 ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો છે અને સતત 28 દિવસ સુધી વરસાદ પડ્યો નથી. આ વિસ્તારના ખેડૂતો માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈસુદાન ગઢવી સતત લડત લડી રહ્યા છે. પ્રથમ તબક્કાની લડાઈ બાદ બીજા તબક્કાની લડાઈ હવે શરૂ કરવામાં આવી છે. આ લડતના કારણે સરકાર ધીરે ધીરે સફાળી જાગતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે ધરણામાં બેઠા એ પહેલા દિવસે જ સાંજે સૌની યોજનાનું પાણી છોડવાનું જાહેરાત કરવામાં આવી. હવે સમાચારના માધ્યમથી સાંભળવા મળી રહ્યું છે કે સરકારે ઘાસચારો પહોંચાડવાની પણ સૂચના આપી છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા ઈસુદાન ગઢવી 4 મુદ્દા પર લડત લડી રહ્યા હતા. એમાંથી બે મુદ્દા પર સરકારે રિએક્ટ કર્યું છે, હજુ અમલીકરણ ક્યારે થશે એ જોવાનું છે. સાથે સાથે અમે સરકારને એ પણ કહેવા માંગે છે અમારી સૌથી મહત્વની માંગણી એ છે કે જ્યાં જ્યાં વરસાદ નથી પડ્યો એ તમામ વિસ્તારમાં દુષ્કાળ જાહેર કરવામાં આવે, કારણ કે દુષ્કાળ મેન્યુઅલ 2016 મુજબ જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક તાલુકા દુષ્કાળ જાહેર કરી શકાય એવી સ્થિતિમાં છે, તો પછી શા માટે હજુ રાહ જોવાઈ રહી છે? અને શા માટે અન્ય મુદ્દાઓના સૂચનો આપવામાં આવી રહ્યા છે? તો મારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. ”ખેડૂતોને સહાય આપો અને પાક ધિરાણ માફ કરો” ની માંગ સાથે બીજા તબક્કાની લડાઈ ખેડૂત નેતા ઈસુદાન ગઢવી દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.




