
અમદાવાદમાં ACB (એન્ટી કરપ્શન બ્યુરો)એ ફરી એકવાર લાંચ લેવાના મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ વખતે સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. આ રકમ ફરિયાદી પાસેથી રૂ. 50 લાખની લાંચની માંગણીનો ભાગ હતો, જેમાંથી રૂ. 20 લાખ એડવાન્સ તરીકે આપવામાં આવ્યા હતા.
રાજેન્દ્ર ગઢવીએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરી ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરી હતી. આ કેસમાં એસીબીએ મેટ્રો કોર્ટના વકીલ સુરેશ પટેલ અને વિશાલ પટેલ નામના બે વચેટિયાઓની પણ ધરપકડ કરી છે. આ ઘટના અમદાવાદની કાથલાલ સિવિલ કોર્ટની છે, જ્યાં વકીલે લાંચ લેવાનો પ્રયાસ કર્યો હતો.
ગોધરામાં જજને લાંચ આપવાનો પ્રયાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી ફ્રી હેન્ડ
ACBની કમાન આ ડેશિંગ IPS પાસે છે.
આ વખતે પણ તેમણે અનેક અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરીને ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ કરી છે.