મોંઘવારીનો મોટો ઝટકો અદાણી CNG ભાવમાં ફરી ૨ રૂપિયાનો તોતિંગ વધારો CNG નવો ભાવ પ્રતિ કિલો ૯૦ રૂપિયા પર પહોંચ્યો છે, CNG રિક્ષાચાલકો અને CNG વાહનધારકો પર ભારણ વધશે મોંઘવારીના માર વચ્ચે ગુજરાતના વાહનચાલકો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા સીએનજી (CNG)ના ભાવમાં પ્રતિ કિલો ૨ રૂપિયાનો ઝીંકાયો વધારો કરાયો છે.
આ ભાવ વધારા સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાં CNG વાહનધારકો અને રિક્ષાચાલકોના ખિસ્સા પર આર્થિક ભારણ વધવાનું નક્કી છે.
અદાણી કંપની દ્વારા કરવામાં આવેલા આ તાજા વધારા બાદ હવે અમદાવાદમાં CNG નવો ભાવ પ્રતિ કિલો ૯૦.૦૨ રૂપિયા (કેટલાક વિસ્તારોમાં રૂ.૯૦.૨૦) થઈ ગયો છે. આ અગાઉ પ્રતિ કિલો સીએનજીનો દર ૮૮.૨૦ રૂપિયા હતો, જેમાં ૨ રૂપિયાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ચાલુ વર્ષ ૨૦૨૬માં અદાણી સીએનજી દ્વારા વારંવાર ભાવ વધારો કરીને વાહનચાલકોની કમર તોડી નાખવામાં આવી છે. વર્ષ ૨૦૨૬માં પ્રતિ કિલો કૂલ ૧૦ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લો વધારો ૨૭ મે, ૨૦૨૬ના રોજ ૨ રૂપિયાનો વધારો કરાયો હતો. આ અગાઉના વધારાના માત્ર ૩ મહિનાના ટૂંકા ગાળામાં જ ફરી એકવાર ગ્રાહકો પર મોંઘવારીનો કોરડો વીંઝાયો છે.
CNG ભાવમાં સતત થઈ રહેલા આ ફેરફાર અને વધારાને કારણે મધ્યમ વર્ગ અને ખાસ કરીને સીએનજી પર ર્નિભર લાખો રિક્ષાચાલકો તેમજ કોમર્શિયલ વાહનચાલકો ભારે ચિંતામાં મુકાયા છે. “અગાઉ સરકારે ભાવમાં થોડો ઘટાડો કરીને રાહત આપી હતી, પરંતુ ત્યારબાદ સતત કરવામાં આવી રહેલા ભાવ વધારાથી સીએનજી વાહન રાખવું હવે પરવડે તેમ નથી. આનાથી અમારા રોજિંદા બજેટ પર સીધી અસર પડશે.
નોંધનીય છે કે, વારંવાર વધતા આ ભાવોને કારણે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને રિક્ષા ભાડામાં પણ વધારો થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.





