
હવે ગણતરીના સમયમાં જ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જબરદસ્ત મહેનત કરી છે. હાલ આમ આદમી પાર્ટીમાં નિયુક્તિઓનો દોર ચાલી રહ્યો છે અને સંગઠનમાં ક્ષમતા અનુસાર ખૂબ જ મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પદે શશાંક ખરેની નિયુક્તિ કરવામાં આવી.
આ સિવાય ખેડબ્રહ્મા વિધાનસભાના સહ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી. ગીર ગઢડા તાલુકાના તાલુકા પંચાયત સીટના પ્રભારી અને સહ પ્રભારી નિયુક્તિ કરવામાં આવી. ઉના વિધાનસભાની જિલ્લા પંચાયત સીટના પ્રભારીની પણ નિયુક્તિ કરવામાં આવી. જુનાગઢ શહેરના ઉના શહેરના શહેર કો-ઇન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવી. હિંમતનગરમાં તાલુકા પ્રમુખ, તાલુકા માઈનોરીટી વિંગ પ્રમુખ, ભિલોડામાં યુથ વિંગ તાલુકા પ્રમુખ, ખેડબ્રહ્મા શહેર પ્રમુખ, વડાલી તાલુકા પ્રમુખ, ઈડરના યુથ વિંગ તાલુકા પ્રમુખ (કાર્યકારી), પ્રાંતિજના તાલુકા પ્રમુખ (કાર્યકારી)ની નિયુક્તિ કરવામાં આવી.




