
ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 50થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. આ સાથે 200 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તેઓ નકલી આધાર કાર્ડ બનાવવા, વેશ્યાવૃત્તિ અને અન્ય ઘણી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હતા
ડીસીપી અજીત રાજિયને ગુજરાતી જાગરણને જણાવ્યું હતું કે થોડા સમય પહેલા 3-4 બાંગ્લાદેશીઓ સાથે સંબંધિત કેસ નોંધવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આ માહિતી સામે આવી છે. જે બાદ 50 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 100ની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ લોકો પાસેથી લેન્ડ રેકોર્ડ, આઈડી કાર્ડ, બર્થ સર્ટિફિકેટ મળી આવ્યા છે. આ વિગત તેમના ફોન પરથી મળી હતી.
રેકોર્ડ પરની મહિલાઓએ ઘરકામ સહિત વેશ્યા અને મજૂર તરીકે પણ કામ કર્યું છે. પુરુષો નાના પાયે મજૂરી, ડ્રગ અને દેશી દારૂના વેપારમાં સંકળાયેલા જોવા મળે છે. જોકે, મહિલા અને પુરૂષોની પૂછપરછ કરવામાં આવશે.
