
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતની એકતા અને અખંડિતતાના પ્રણેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત સરદાર બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ સોમવારે 15 ડિસેમ્બરે સફળતાપૂર્વક યોજાયો હતો. અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનના હસ્તે સરદાર બાગ ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબના વિચારો અને દેશપ્રત્યેના તેમના અવિસ્મરણીય યોગદાનને ભાવપૂર્વક સ્મરવામાં આવ્યા હતા.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના સરદાર બાગ, લાલ દરવાજા ખાતે આવેલી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં રહેલા અદ્વિતીય યોગદાનને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન શ્રી દેવાંગ દાણી, મ્યુનિ. શાસક પક્ષ નેતા શ્રી ગૌરાંગ પ્રજાપતિ, તેમજ મ્યુનિ. શાસક પક્ષ દંડક શ્રીમતી શીતલ ડાગા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.




