
Ahmedabad News : જમાનો ગમે તેટલો આગળ વધી જાય પરંતુ હજુ પણ કેટલીક જુની ઘસાઇ ગયેલી માનસિકતાવાળા રીત રિવાજો બંધ નથી થયા. અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુઓની બલિ ચઢાવવાનો મામલો સામે આવ્યો છે..

સ્થળ પર બે બકરા કપાયેલી હાલતમાં પડ્યા હતા
ઘટનાની વિગતે વાત કરીએતો ફરીયાદી મહિલાને એવી જાણ થઇ હતી કે ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુઓની બલિ ચઢાવવામાં આવી રહી છે, જે બાદ પોલીસને સાથે રાખીને ફરીયાદી મહિલા સ્થળ પર પહોંચ્યા હતા.. જ્યાંના દ્રશ્યો જોતા તેમને એ વાતનો ખ્યાલ આવ્યો કે તેમને જે માહિતી મળી હતી તે બિલકુલ સાચી હતી.. સ્થળ પર બે બકરા કપાયેલી હાલતમાં પડ્યા હતા. બલિ ચઢાવેલા બકરાના માથા માતાજીના મંદિરમાં મુકવામાં આવ્યા હતા.
