
WHO ની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણદિવાળી તહેવારે અમદાવાદ શહેરની હવા પણ ઝેરી બનીવટવા GIDCમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ ૩૨૦ માસ્ક પહેરી બહાર નીકળવું પડે તેવી પરિસ્થિતિ છેપીક અવર્સમાં ધૂળ અને ધૂમાડામાં મોટા ભાગના નિયમિત અવર-જવર કરનારા અમદાવાદીઓ દરેક ચાર રસ્તે હેલમેટ સાથે માસ્ક અચૂક પહેરે છે. કારણ ધૂળ અને ધૂમાડાના કારણે વઘી રહેલા પ્રદૂષણનું જાેખમી સ્તર છે. હાલમાં ૧૯ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ અમદાવાદનું AQI ૧૦૪, હવામાં તરતા પ્રદૂષણના રજકણો પાર્ટીક્યૂલેટ મેટર PM૨.૫નું સ્તર ૩૬.૮ છે. ઓક્ટોબર ૨૦૨૫માં શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૧૯૫ સુધી પહોંચી ગયું છે, જે બિનઆરોગ્યપદ શ્રેણીમાં છે.
વટવા GIDC માં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ ૩૨૦ માસ્ક પહેરી બહાર નીકળવું પડે તેવી સ્થિતિ છે. આ સ્તર વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા નક્કી કરેલી મર્યાદાથી સાત ગણું વધારે છે. ૨૦૨૨માં આ મહિનાનું સર્વોચ્ચ છઊૈં ૧૭૪ હતું, પણ ૨૦૨૫માં તે વધુ ખરાબ થયું. ઔદ્યોગિક ધુમાડો, વાહનો અને હવામાનને કારણે આ સમસ્યા વધી છે. લોકોના આરોગ્ય પર અને રોજિંદા જીવન પર તેની અસર પડી રહી છે. બે દિવસ પહેલાં ૧૭ ઓક્ટોબરે તે ૧૨૬ હતું. અમદાવાદના મુખ્ય વિસ્તારોમાં અલગ-અલગ પરિસ્થિતિ જાેવા મળી રહી છે. જેમ કે, એસ.જી.હાઈવેના કર્ણાવતી ક્લબની આસપાસનો વિસ્તાર સૌથી વધુ પ્રદૂષણ ધરાવતા વિસ્તારોમાંનો એક છે. તો બીજી તરફ શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં વટવા જીઆઈડીસીમાં એર ક્વોલિટી ૩૨૦ સુધી પહોંચી છે.
કોવિડ પછીના સમયગાળામાં શાળાએ જતાં બાળકો, નોકરીયાતો અને ટુ વ્હીલ લઈને જઈ રહેલા યુવાનો હવે માસ્ક બાંઘ્યા વિના નીકળી શક્તા નથી. એક તરફ વાહનોનો ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદની હવામાં દિનપ્રતિદિન પ્રદૂષણ વધી રહ્યું છે. ૨૦૨૦થી ૨૦૨૫ સુધીના ડેટા દર્શાવે છે કે, ૨૦૨૨માં ઓક્ટોબરમાં ૧૭૪ છઊૈં હતું, જે એક વર્ષ પછી ૨૦૨૫માં ૧૯૫ થઈ ગયું. ૨૦૨૫માં ગુજરાતમાં ૫૩ દિવસ ‘ખરાબ સ્તરની‘ હવા હતી.
૨૦૨૪માં ૭ મહિના ‘ખરાબસ્તર’ની હવા રહી. કોવિડના સમયમાં લોકડાઉનને કારણે હવા સુધરી હતી તે હવે ફરી ધીમે ધીમે ભયજનક સ્તરે પહોંચી રહી છે. વટવા-પિરાણા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ૧૦ લાખ જેટલાં વાહનોની અવરજવર, ધૂળભર્યા રસ્તા, બાંધકામ અને ઘટી રહેલી લિલોતરીને કારણે પરિસ્થિતિ હજુ બગડશે તેવી શક્યતાઓ છે.
અમદાવાદની હવામાં PM 2.5,PM 10, NO2અને SO2 મુખ્ય પ્રદૂષકો છે. ધૂળ સાથે પેટ્રોલ, ડિઝલનો ધૂમાડો ભળે છે ત્યારે જાેખમી અસ્થમા અને શ્વાસની બીમારીવાળા દર્દીઓ હાલત વધુ ખરાબ થાય છે.




