શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર છે. હાલમાં ભાદરવી મહાકુંભ શરું થવાના ગણતરીના કલાકો બાકી છે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળામાં આવતા લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓને ધ્યાને રાખી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે. ભાદરવી પૂનમના મહામેળામાં દરમિયાન ૧૦૦૦ ઘાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે. ( Ambaji Bhadarvi Poonam Mela)
પૂનમનો મહામેળો
7.30 થી રાતના 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે
ત્યારે અંબાજી મંદિર સવારે 6 થી 6.30 વાગ્યા સુધી આરતી કરાશે. મા અંબાના ભક્તો માટે સવારે 6 થી 11.30 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે. ત્યાર બાદ 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવાશે. બપોરે 12.30 થી સાંજના 5 વાગ્યા સુધી મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે. સાંજે 7.થી 7.30 વાગ્યા સુધી આરતી કરાશે. 7.30 થી રાતના 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. ( Ambaji Bhadarvi Poonam Mela 2024)
મેળા દરમિયાન વિશ્રામ સ્થળ
- અંબાજીથી હડાદ રોડ ઉપર
- કામાક્ષી મંદિર સંકુલ અંદર
- કામાક્ષી મંદિરની બહાર
- કામાક્ષી સામે ભા.પૂ. મેળા ઓફીસની બાજુમાં પ્રાઈવેટ પ્લોટમાં
- અંબાજીથી 12 કી.મી. દૂર (રાણપુર ઘાટી )
- હડાદ પોલીસ સ્ટેશનની બાજુમાં
- અંબાજીથી દાંતા રોડ ઉપર
- વ્યંકટેશ માર્બલની બાજુમાં
- મીનરલ વોટર પ્લાન્ટની આગળ (પાન્છા)
- આદર્શ નિવાસી શાળા, દાંતા
- અંબાજી ગામમા હંગામી મંડપ
- પોલીસ સ્ટેશનની બાજુમાં સંસ્કૃત પાઠશાળાના મેદાનમાં
- અંબિકા ભોજનાલય પાસેના પ્લોટમાં, સર્વે નં-90 -મલ્ટી પરપજ ડોમ
- જન સુવિધા સંકુલના આગળના ભાગે હરણેશ્વર મંદિરની બાજુમાં
- બસ સ્ટેશનની અંદર મલ્ટી પરપજ ડોમ
- અંબાજીથી ગબ્બર રોડ હંગામી મંડપ
- ગબ્બર કેન્ટીનની બાજુમાં (પગરખા કેન્દ્ર અને લગેજ કેન્દ્ર માટે )
- ગબ્બર ચઢવાના પગથિયાની બાજુમા પાર્કિંગ નં.-1
- વનકવય (ફોરેસ્ટ)ની આગળ
- આપેશ્વર મહાદેવ મંદિરની સામે
મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે
તો અંબાજી જઈ રહેલા તમામ ભક્તો, પદયાત્રીઓ માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો જોઈએ અંબાજીમાં પાર્કિગથી લઈ આરતી, દર્શનનો સમય, રહેવાની, જમવાની વ્યવસ્થા, ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો સહિતની તમામ જરૂરી વિગતો સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમથી જાહેર કરવામાં આવી છે. અંબાજીમાં લાખોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ અને ભકતો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. તો અંબાજીમાં ત્રણ સ્થળો પર મફત ભોજન-પ્રસાદ મળશે.
18 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યો છે, ભૂલથી પણ આ દરમિયાન દાઢી અને વાળ ન કરવો