Amit Shah Fake Video :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને વિકૃત કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમે 2 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ સતીશ વસાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર આરબી બારિયા તરીકે કરવામાં આવી છે. તેમના પર ગૃહમંત્રી અમિત શાહનો વીડિયો એડિટ કરીને વાયરલ કરવાનો આરોપ છે. શાહનો અનામત નાબૂદીને લગતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા FIR દાખલ કરવામાં આવી હતી.
ગુજરાત પોલીસના અમદાવાદ શહેરના ડીસીપી સાયબર ક્રાઈમ ડો.લવિના સિન્હાએ જણાવ્યું કે, અમદાવાદ સાયબર ક્રાઈમે ગૃહમંત્રી અમિત શાહના ભાષણને વિકૃત કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં કોંગ્રેસના વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પીએ સતીશ વાંસોલા અને AAP કાર્યકર આરબી બારિયાનો સમાવેશ થાય છે. સિન્હાએ કહ્યું કે બંનેની સામે IPC 153, 153A, 171G, 469, 5050 (1)bની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
વાસ્તવમાં શું છે અમિત શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો રિઝર્વેશન સાથે સંબંધિત હતો. આ વીડિયોને લઈને તેમના વિરોધીઓ તેમના પર નિશાન સાધતા હતા. આ સાથે જ અમિત શાહે આ ફેક વીડિયોને લઈને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવીને જનતામાં ભ્રમ ફેલાવવા માંગે છે.