
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજકાલ દેશમાં સરકાર, મીડિયા, પોલીસ, બેન્કો વારંવાર જનતાને જાગૃત કરી રહ્યા છે એ છતાંય ડિજિટલ સાયબર સ્કેમમાં હજી પણ કેમ રકમો ગુમાવી રહ્યા છે લોકો? આવો જ કિસ્સો સામે આવ્યો છે દક્ષિણ મુંબઈમાં બ્રીચ કેન્ડી નજીક રહેતા ૪૧ વર્ષના ગુજરાતી મહિલા મોબાઈલ ફોન દ્વારા રેપિડો કંપનીનો નંબર શોધવા ગયા એમાં રૂપિયા ૫૦,૦૦૦/- તેમના બેંક ખાતામાંથી ઉપડી ગયા હતા. આ મામલે ગામદેવી પોલીસે ગઈકાલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પર્સનાલીટી ટ્રેઈનર મહિલાના પિતા ૧૩ એપ્રિલે પોતાનો મોબાઇલ ફોન રેપિડો કેબમાં ભૂલી ગયા હતા. પિતાને મદદ કરવા મહિલાએ ગૂગલ પર રેપિડો નો કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો. ત્યાંથી મળેલા એક નંબર પર સંપર્ક કરતા સાયબર ગઠિયાઓએ પોતાની જાળમાં ફસાવીને મહિલાના બેંકના ખાતામાંથી માત્ર થોડી જ મિનિટોમાં બે ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા ૫૦,૦૦૦/- ની ઉઠાંતરી કરી હતી. પૈસા માટે વધુ તપાસ શરૂ કરી છે.
ત્યારે સાયબર ગઠિયાઓએ કસ્ટમર સપોર્ટના બહાને મહિલાના વોટ્સએપ પર customer support.apk નામની એક લિંક મોકલી હતી અને ટેક્સી ટ્રેક કરવાના નામે ૧૦ રૂપિયા મોકલવા જણાવ્યું હતું. મહિલાએ જેવુ આ લિન્ક પર ક્લિક કર્યું કે તરત જ તેનો મોબાઇલ હેક થઈ ગયો હતો. અને થોડીવાર માટે હેન્ગ થઈ ગયો હતો. શંકા જતા મહિલાએ ફોન સ્વીચડ ઓફ કરીને ચાલુ કર્યો ત્યાં સુધીમાં તેના ખાતામાંથી પૈસા ડેબિટ થઈ ગયાના મેસેજ આવી ચૂક્યા હતા.
મહિલાએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. અમે ફરિયાદી નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. માટે સાવધાન રહો.





