
મહિલા બૂટલેગર માત્ર અડધા કલાકમાં છૂટી જતાં બીજીવાર જનતા રેડ.જેતપુરના ચામુંડાનગરમાં દારૂનું દુષણ ડામવા સ્થાનિક મહિલાઓ રણચંડી બની.બૂટલેગરના ઘર ઉપર અને દેશી દારૂના અડ્ડા પર અચાનક જનતાએ રેડ પાડી હતી અને મોટી માત્રામાં દારૂની પોટલીઓ સાથે કુખ્યાત બૂટલેગરને પકડી પાડ્યો હતો.જેતપુરના ચામુંડાનગરમાં દારૂનું દુષણ ડામવા સ્થાનિક મહિલાઓ રણચંડી બની છે. આ મહિલાઓએ ગઈકાલે જનતા રેડ પાડી મહિલા બૂટલેગરને પોલીસ હવાલે કરી હતી, જાેકે પોલીસે માત્ર અડધા કલાકમાં તેને છોડી દીધા બાદ તેણે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાના આરોપો સાથે આ મહિલાઓએ આજે બીજીવાર જનતા રેડ પાડી છે.
વિગતવાર વાત કરીએ તો, જેતપુર શહેરનાં ચામુંડાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાથી અહીંના સ્થાનિકો બાળકો અને મહિલાઓ સહિત તમામ લોકો ત્રાસી ગયા છે. આ બાબતે સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધ્યા છતાં કોઈ કાર્યવાહી નથી થતી એવા આરોપો સ્થાનિકો કરી રહ્યા છે, જેથી આ મુદ્દેથી ત્રસ્ત અહીંની સ્થાનિક મહિલાઓ રણચંડી બની મહિલા બૂટલેગરના ઘર ઉપર અને દેશી દારૂના અડ્ડા પર અચાનક જનતાએ રેડ પાડી હતી અને મોટી માત્રામાં દારૂની પોટલીઓ સાથે કુખ્યાત બૂટલેગરને પકડી પાડ્યો હતો.
કાર્યવાહી દરમિયાન આ મહિલાઓએ સ્થાનિક પોલીસને ફોન કરીને બોલાવી હતી, ત્યાર બાદ જેતપુર પોલીસ ઘટનાસ્થળ પહોંચી હતી અને મહિલાઓએ કબજે કરાયેલા દારૂને જપ્ત કરી મહિલા બૂટલેગરને પકડી પોલીસ સ્ટેશન રવાના થઈ ગઈ હતી. આ સમયે મહિલા બૂટલેગર અને સ્થાનિક મહિલાઓ વચ્ચે રકઝક પણ થઈ હતી, પરંતુ પોલીસે માત્ર અડધા કલાકમાં જ આરોપી મહિલા બૂટલેગરને છોડી દીધા હોવાના આરોપો સાથે આ રણચંડી બનેલી મહિલાઓમાં હાલ ભારે રોષ જાેવા મળી રહ્યો છે ત્યારે પોલીસની કામગીરીથી નારાજ થઈ મહિલાઓએ આજે બીજા દિવસે પણ જનતા રેડ પાડી છે.
આ મુદ્દે સ્થાનિક ફરિયાદી મહિલાઓનું કહેવું છે કે, આ ચામુંડાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. જેથી અમે બધા ખૂબ પરેશાન છીએ. આ મુદ્દે અમે અવારનવાર પોલીસમાં રજૂઆત કરી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નથી. જેથી ગઈકાલે અમે આ જનતા રેડ પાડી મહિલા બૂટલેગરને પોલીસ હવાલે કરી હતી, જાેકે પોલીસે માત્ર અડધા કલાકમાં જ આ મહિલા બૂટલેગરને છોડી મૂકી છે અને તેણે અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી અમારે અહીં બીજી વખત રેડની કાર્યવાહી કરવી પડી છે.
નોંધનીય છે કે, ગઈકાલે પકડાયેલો આ કુખ્યાત મહિલા બૂટલેગર આજે જનતા રેડની કાર્યવાહીમાં ફરી એકવાર પકડાઈ હતી, જેથી પોલીસની મીઠી નજર હેઠળ અહીં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે, ત્યારે આ ઘટના બાદ પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. મહિલાઓનો દાવો છે કે પોલીસે આરોપીને માત્ર અડધી કલાકમાં છોડી મૂક્યો હતો અને તેણે પોલીસ કસ્ટડીમાંથી છૂટીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી “અમે દારૂ પકડીને આપીએ તો પણ પોલીસ છોડી મૂકે છે,” તેવા ગંભીર સવાલો તંત્ર સામે આ ફરિયાદી મહિલાઓએ ઉઠાવી રહી છે.




