
ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે નવા સમયપત્રકની જાહેરાત અંબાજી મંદિરે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન-આરતીના સમયમાં ફેરફાર આ દિવસે સવારે વહેલા ૬:૦૦ થી ૬:૩૦ કલાકે આરતી અને ૬:૩૦ થી ૭:૩૦ સુધી દર્શનનો લાભ મળશે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી હોળી અને ફાગણી પૂનમના તહેવારો નિમિત્તે દર્શનના સમયમાં કરવામાં આવેલા ફેરફાર કરાયો છે. આગામી તા. ૨ માર્ચ ૨૦૨૬ સોમવાર (ફાગણ સુદ ૧૪)ના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરાયું છે. આ દિવસે સવારે ૭:૩૦થી ૮:૦૦ કલાકે આરતી થશે અને ત્યારબાદ ૮:૦૦ થી ૧૧:૩૦ સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે ૧૨:૦૦ કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. જ્યારે સાંજે ૧૮:૩૦ કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી બાદ સાંજની આરતી ૧૯:૩૦ થી ૨૦:૦૦ કલાકે થશે અને રાત્રે ૨૧:૦૦ વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે.જ્યારે ૩ માર્ચ ૨૦૨૬ મંગળવાર (ફાગણ સુદ પૂનમ) ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ દિવસે સવારે વહેલા ૬:૦૦ થી ૬:૩૦ કલાકે આરતી અને ૬:૩૦ થી ૭:૩૦ સુધી દર્શનનો લાભ મળશે. સવારે ૭:૩૦ થી ૮:૦૦ કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના ૮:૦૦ વાગ્યાથી રાત્રિના ૨૧:૩૦ વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. જાેકે, ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી દર્શનનો સમય સવારે ૯:૪૫ થી બપોરે ૧૪:૦૦ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. ગ્રહણ બાદ રાત્રે આશરે ૨૧:૩૦ કલાકે શયનકાળની આરતી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ચંદ્રગ્રહણ અને હોળીના વિશેષ સમયપત્રક બાદ તા. ૪ માર્ચ ૨૦૨૬ બુધવાર (ફાગણ વદ એકમ) થી માતાજીના દર્શન અને આરતી તમામ ભક્તો માટે રાબેતા મુજબના સમયે શરૂ કરવામાં આવશે.




