
જ્વેલર્સના માલિકે મહિલાને પકડીને ઉપરા છાપરી થપ્પડો મારી હતી અમદાવાદમાં ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ રાણિપ વિસ્તારમાં એક બુકાનીધારી મહિલાએ જ્વેલર્સની આંખમાં મરચું નાંખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો
અમદાવાદમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. શહેરમાં જ્વેલર્સમાં દાગીના ખરીદવાના નામે આવતી મહિલાઓની ગેંગ દ્વારા પણ લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે શહેરના રાણિપ વિસ્તારમાં એક બુકાનીધારી મહિલાએ જ્વેલર્સની આંખમાં મરચું નાંખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સના માલિકે મહિલાને પકડીને ઉપરા છાપરી થપ્પડો મારી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.અમદાવાદના રાણીપ વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા ધોળે દહાડે લૂંટની ઘટના સામે આવી હતી. એક બુકાનીધારી મહિલાએ જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને અચાનક જ્વેલર્સની આંખમાં મરચું નાંખી લૂંટનો પ્રયાસ કર્યો હતો. દુકાનના માલિકની આંખમાં મરચુ પડતાં રહી ગયું અને માલિકે મહિલાને પકડીને ૨૫ સેકન્ડમાં ૧૭થી વધુ થપ્પડો ઝીંકી દીધી હતી.
દુકાનના માલિકે મહિલાને પકડીને દુકાનની બહાર કાઢી હતી. વેપારીની આંખોમાં મરચુ જતાં રહી ગયું અને લૂંટની ઘટના અટકી ગઈ હતી.રાણીપ વિસ્તારમાં આ ઘટના ત્રણેક દિવસ પહેલા બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. બુકાની ધારી મહિલાને વેપારીએ દુકાનની બહાર કાઢીને પોલીસ બોલાવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મહિલાને ઝડપી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં સબ સલામત હોવાના દાવા વચ્ચે, હત્યા, લૂંટ, ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. ગુનેગારો ધોળે દિવસે કાયદાના ધજાગરા ઉડાવી રહ્યાં છે.




