
આમ આદમી પાર્ટી ગુજરાત SC વિંગ પ્રમુખ જગદીશ ચાવડાએ આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા વિધાનસભામાંથી આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના આશરે સો જેટલા પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. જેમાં ધંધુકા તાલુકાના રંગપુર વિસ્તારના રહેવાસી અને ધંધુકા તાલુકા ભાજપના SC મોરચાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ કોરડિયા અને રાજુભાઈ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે, તેમજ અન્ય કાર્યકર મિત્રો પણ આવ્યા છે. આશરે સો જેટલા કાર્યકરો બે દિવસ પહેલાં પોતાના રંગપુર વિસ્તારની અંદર જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપના માધ્યમથી હું જણાવવા માંગું છું કે મુકેશભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત હતા. એ વિસ્તારમાં તેમણે ખૂબ કામ કર્યું છે અને ગામે ગામ તેમની લોકચાહના છે. ભારતીય જનતા પાર્ટીને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે તેમણે ખૂબ મહેનત કરી છે.
વધુમાં ’આપ’ નેતા જગદિશ ચાવડાએ જણાવ્યુ હતુ કે ત્રીસ વર્ષ સુધી કાર્ય કર્યા બાદ તેમને સમજાયું કે ત્રીસ વર્ષ પહેલાંની ભાજપ અને આજની ભાજપ વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. હાલની ભાજપ માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ કરતી હોય એવું લાગી રહ્યું છે. પ્રજાના પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ મોટા બિઝનેસમેનને ફાયદો કરાવવો અને પ્રજાને લૂંટવી આવી દ્વિચારી નીતિના કારણે ધંધુકા વિસ્તારના આશરે સો જેટલા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ રોજ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. હું આ તમામ સાથી મિત્રોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. ધંધુકા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના અમારા જેટલા સાથી મિત્રો જોડાયા છે, તેઓ ગામે ગામ પ્રવાસ કરીને તાલુકા પંચાયતની અંદર મજબૂતાઈથી ચૂંટણી લડશે અને ધાર્યું પરિણામ મેળવશે. મુકેશભાઈ કે રાજુભાઈ કોઈ કમિટમેન્ટ સાથે જોડાયા નથી. અન્ય કાર્યકર્તાઓ પણ કોઈ કમિટમેન્ટ સાથે જોડાયા નથી. તેઓએ પોતાના વિચારોના આધારે નિર્ણય લીધો છે. તેઓ માને છે કે જો તેઓ ભાજપમાં રહીને ચૂંટણી જીતાડશે તો દેશ અને રાજ્ય માટે ખોટું સાબિત થઈ શકે છે, એવી સમજણ થતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મુકેશભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત રહ્યા છે અને લાંબા સમયથી જનસેવામાં જોડાયેલા છે. તેઓ ધંધુકા તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ તરીકે પણ કામગીરી સંભાળી ચૂક્યા છે.





