
બજેટમાં મોટી જાહેરાત કરાઈ.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ.૨૫૪૦૩ કરોડની જાેગવાઇ.પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા સરકાર પ્રતિબદ્ધ : નાણામંત્રી.ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં આરોગ્ય વિભાગ માટે કુલ રૂ.૨૫૪૦૩ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ.૨૫૪૦૩ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. આપણે ત્યાં કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” આરોગ્ય-તંદુરસ્તીને સાચી સંપતિ અને સુખ માનવામાં આવે છે. આ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગથી લઇને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બનાવી છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે ૨ કરોડ ૭૨ લાખ લોકોને રૂ.૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર માટે રૂ.૩૪૭૨ કરોડની જાેગવાઇ. ય્.સ્.ઈ.ઇ.જી સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે રૂ.૧૮૫૧ કરોડની જાેગવાઇ કરાઈ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે મોટી જાહેરાત
* પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે ૨ કરોડ ૭૨ લાખ લોકોને રૂ.૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર માટે રૂ.૩૪૭૨ કરોડની જાેગવાઇ.
* ય્.સ્.ઈ.ઇ.જી સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે રૂ.૧૮૫૧ કરોડની જાેગવાઇ.
* આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યનીસમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે રૂ.૫૦૨ કરોડની જાેગવાઇ.
* અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે રૂ.૫૦૦કરોડની જાેગવાઇ.
* સરકારી મેડીકલ કોલેજાે અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા રૂ.૨૦૦કરોડની જાેગવાઇ.
* ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે રૂ.૧૮૬કરોડની જાેગવાઇ.
* યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે રૂ.૧૬૭કરોડની જાેગવાઇ.
* ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે રૂ.૧૫૩કરોડની જાેગવાઇ.
* પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે રૂ.૯૦કરોડની જાેગવાઇ.
* છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા રૂ.૬૦કરોડની જાેગવાઇ.
* અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજાે તેમજ હોસ્ટેલ માટે રૂ.૫૮કરોડની જાેગવાઇ.
* નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે સ્ટાફ કવાટર્સનું બાંધકામ કરવા રૂ.૫૩કરોડની જાેગવાઇ.
* સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે હોસ્ટેલનું બાંધકામ કરવા રૂ.૪૧કરોડની જાેગવાઇ.
* જિલ્લા/પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરની સ્થાપના માટે તબીબી ઉપકરણો વસાવવા રૂ.૩૬ કરોડની જાેગવાઇ.
* અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે રૂ.૩૫કરોડની જાેગવાઇ. • ટી.બી.ના દર્દીઓને “ઇીટ્ઠઙ્ઘઅ ર્ં ઈટ્ઠં દ્ગેર્ંિંૈૈેજ જહટ્ઠષ્ઠાજ” આપવા રૂ.૩૦ કરોડની જાેગવાઇ.
* વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાના ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે રૂ.૨૮ કરોડની જાેગવાઇ.
* જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીંગ માટે રૂ.૨૬ કરોડની જાેગવાઇ.
* “હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ” યોજના માટે રૂ.૨૨ કરોડની જાેગવાઇ.
* ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, સુરત માટે રૂ.૧૭ કરોડની જાેગવાઇ.
* માતૃબાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા ૨૫૦ ખિલખિલાટ વાન ખરીદવા રૂ.૧૬ કરોડની જાેગવાઇ.
* સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ આપવાનું આયોજન.




