
મેયર-કમીશનર સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.૮૫ કરોડ ફાળવાયા.મુખ્યમંત્રીના હસ્તે આઠેય મહાપાલીકાઓ વચ્ચે રૂા.૨,૮૦૦ કરોડની રકમના અલગ-અલગ ચેક અર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે.જામનગર શહેરના વિવિધ વિકાસકાર્યો કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જામનગર મહાનગરપાલીકાને ગઈકાલે બુધવારે ફક્ત રૂા. ૮૫ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો.
જેમાં મેયર-કમીશનર સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
જામનગર સહિત આઠેય મહાનગરપાલિકાના વિકાસના કામો ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
બુધવારે બપોરે ૩ વાગ્યે ઓડા ઓડીટોરીયમ હોલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે આઠેય મહાપાલીકાઓ વચ્ચે રૂા.૨,૮૦૦ કરોડની રકમના અલગ-અલગ ચેક અર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી અને રાજયમંત્રી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં જામનગર મહાપાલીકાને સરકાર દ્વારા રૂ.૮૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.જામનગર મહાનગરપાલિકા તરફથી આ કાર્યક્રમમાં જામનગરથી મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક તેમજ મહાનગરપાલિકાના કમિશનર હાજર રહ્યા હતા.




