
ચામુંડા મંદિરે પૂનમનો ઉત્સાહ ચંદ્રગ્રહણની સૂતક છતાં ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે ચંદ્રગ્રહણની સ્થિતિ હોવા છતાં ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માતાજીના દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી આ વર્ષે પૂનમના દિવસે ચંદ્રગ્રહણની સ્થિતિ હોવા છતાં ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માતાજીના દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.હોળી અને ફાગણી પૂનમના પવિત્ર પર્વ પર ચોટીલા ચામુંડા માતાજીના દર્શનનું અનેરું મહત્વ રહેલું છે. આ વર્ષે પૂનમના દિવસે ચંદ્રગ્રહણની સ્થિતિ હોવા છતાં, ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે માતાજીના દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભક્તો રાબેતા મુજબ માતાજીના દર્શન કરી શકશે.
હોળીના દિવસે સંધ્યા આરતી બાદ પરંપરાગત રીતે ચોટીલા ડુંગર ઉપર હોલિકા દહન કરવામાં આવશે.પૂનમના દિવસે (૩ માર્ચ, ૨૦૨૬) વહેલી સવારે ૨:૩૦ વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવશે. વહેલી સવારે ૩:૦૦ વાગ્યે માતાજીની મંગળા આરતી યોજાશે.
ચાલુ વર્ષે ૩ માર્ચના રોજ ચંદ્રગ્રહણ હોવાથી ભક્તોમાં અસમંજસ હતી, પરંતુ મંદિર તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભક્તોની ભીડ અને આસ્થાને જાેતા દર્શન ચાલુ રાખવામાં આવશે. પૂનમ હોવાથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અને ભક્તો ચોટીલા પહોંચવાની શક્યતા છે, જેને પગલે મંદિર અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.




