
અમરેલી જિલ્લાના ધારી વિસ્તારના લોકોને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી મોટી ભેટ મળી છે. રાજ્ય સરકાર દ્વારા ધારી વિસ્તારને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન વિકાસના હેતુથી આ મહત્વનો નિર્ણય લીધો છે અને ધારી ગ્રામ પંચાયતને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ સાથે રાજ્યમાં કુલ નગરપાલિકાઓની સંખ્યા હવે 160 પર પહોંચી ગઈ છે.
આ ગામોને ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે
મળતી માહિતી મુજબ ધારીની આસપાસની ગ્રામ પંચાયતોના મેપરા, હરીપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથને ગ્રામ પંચાયતમાં ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે. અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક અને પ્રાચીન ગલધરા ખોડિયાર માતાના મંદિરથી 6 કિલોમીટરના અંતરે આવેલું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં, ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર પણ છે અને સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેની મુલાકાત લે છે.