
Latest News : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા ભાજપમાં જોડાઈ ગયા છે. આ અગાઉ 22 માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર પણ કર્યો હતો. નોંધનિય છે કે, અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા. આ તરફ જાહેરાત થયા બાદ ચૂંટણી લડવાનો ઈનકાર કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે સમાચાર સામે આવ્યા છે કે, રોહન ગુપ્તાએ ભાજપના દિગ્ગજ નેતા હરદીપસિંહ પૂરીના હસ્તે કેસરિયા કર્યા છે.