
સંસ્થામાંથી ૫૯ લોકો મળી આવ્યા.નડિયાદમાં ધર્માંતરણ કરવાના રેકેટનો પર્દાફાશ.સ્થળ પરથી મળેલા લેપટોપ અને મોબાઇલના પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરાતા ધર્માતરણ કરાવવામાં આવતા હોવાના ચોકકસ પુરાવા મળી આવ્યા.નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં એક ભાડાના મકાનમાં ધર્માંતરણ કરાવવાના રેકેટનો પર્દાફાશ પોલીસે કર્યાે છે.
તા. ૯મી સપ્ટેમ્બરે પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની તલસ્પર્શી તપાસ કરવામાં આવતા એક સંસ્થાના નામે ભાડાના મકાનમાં ગુજરાત અને ગુજરાત બહારના લોકોને લાવીને લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. આ સંસ્થામાં રાજ્યભરમાંથી આવેલા ૫૯ લોકો મળી આવ્યા હતા. પોલીસે આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતુ કે, નડિયાદ શહેરમાં આવેલા પશ્ચિમ વિસ્તારમાં એક ભાડાના મકાનમાં ધર્મપરિવર્તનની પ્રવૃત્તી કરાઇ રહી છે. તે બાબતની ફરિયાદ મળતા ૯મી સપ્ટેમ્બરના રોજ સ્થળ પર પોલીસ ગઇ હતી. જયાંથી ૫૯ વ્યકિતઓ મળ્યા હતા. તે ગુજરાતના અલગ અલગ જિલ્લાના અને ટ્રાયબલ વિસ્તારના હતા. આ સાથે પોલીસે સ્થળ પરથી મોબાઇલ અને લેપટોપ પણ કબજે લીધા હતા. આ સ્થળ પર ધર્માંતરણની પ્રવૃતી કરાવવામાં આવતી હોવાના પુરાવાઓ મળ્યા હતા. સ્થળ પરથી મળેલા લેપટોપ અને મોબાઇલના પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરાતા ધર્માતરણ કરાવવામાં આવતા હોવાના ચોકકસ પુરાવા મળી આવ્યા હતા.
રિસ્ટોરેશન રિવાયબલ ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવવામાં આવતી હતી. જેના પ્રમુખ તરીકે સ્વટીવન મેકવાન હતા.આરોપી દ્વારા રાજ્યમાંથી અને રાજ્ય બહારથી વ્યકિતઓને અહીં લાવીને તેઓનું ધર્મ પરિવર્તન કરાવાતુ હતુ. જે ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. તે બાબતે ચેરિટી કમિશ્નરનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમાં નિયમિત ઓડિટ પણ કરવામાં આવતુ નથી. તેમજ શંકાસ્પદ ભૂમીકા હોવાનું માલૂમ પડ્યુ છે. જેથી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જેના આધારે રિમાન્ડ મળતા પોલીસને વધુ કડીઓ મળે તેવી શકયતાઓ છે. આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવતા ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી અને વિદેશમાંથી એક કરોડ પાંત્રિસ લાખ નવાણુ હજાર રૂપિયાનું ટ્રાન્જીકશન જાેવા મળ્યુ હતુ. જે આ કામ માટે જ આપવામાં આવતા હોવાનું અનુમાન પોલીસ કરી રહી છે. તેમજ આરોપી સ્ટીવન મેકવાન અન્ય કોઇ વ્યવસાય પણ કરતો ના હોવાને કારણે આ નાણાં ખાસ આ કામ માટે જ આપવામાં આવતા હોવાનું ફલિત થાય છે. જેની વિગતવાર તપાસ ચાલી રહી છે જે રિમાન્ડમા બહાર આવશે. આરોપી દ્વારા દાહોદ, તાપી નર્મદા ભરૂચ આણંદ, તેમજ રાજસ્થાન મહારાષ્ટ, ઓડિશા, હરિયાણા પંજાબ અને દિલ્હીથી અનુસુચિત જાતી અને અનુસુચિત જન જાતિના લોકોને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવતા હતા. તેઓને ચમત્કાર લોભ લાલચ આપવામાં આવતી તેઓની અજ્ઞાનતાના કારણે તેઓનો લાભ ઉઠાવીને ધમાર્તરની પ્રક્રિયા કરવામાં આવતી હતી. આ ધર્માંતરણની કામગીરી દરમિયાન નેપાળથી પણ લોકોને લાવવામાં આવ્યા હોવાની શકયતા છે.




