Gujarat News: સ્પેશિયલ એનઆઇએ કોર્ટે આરોપી મોહમંદખાન અખલકી અબ્દુલ ખાન, રાજુકમાર પેરુમલ, ફરદીન ઓમોર આમ્રે, સુભાન આર્યનફર, ઓહાન માધવ વાધુદાડે, પ્રદીપકુમાર આનંદસીંગ, સુશાંત સરકાર અને પ્રિન્સ શર્માની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી.
સોજીત્રાએ ચુકાદામાં જણાવ્યું…
સ્પેશિયલ એનઆઇએ કોર્ટેના જજ કમલ એમ. સોજીત્રાએ ચુકાદામાં જણાવ્યું કે, ‘NIAના કેસ મુજબ, આરોપીઓની મોડેસ ઓપરેન્ડીનો તારીખ 13-09-2021 ના રોજ ત્યારે પર્દાફાશ થયો કે જ્યારે DRI ગાંધીધામ દ્રારા મુંદ્રા પોર્ટ પરથી ટેલ્ક સ્ટોનના કન્સાઇનમેન્ટની આડમાં 2988.21 કિલોગ્રામ જેટલો નારકોટીક્સ ડ્રગ્સના હેરોઇનનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. જેન આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 21 હજાર કરોડ હતી.
આ કન્સાઇનમેન્ટ મેસર્સ આશી ટ્રેડીંગ કંપનીએ ઇમ્પોર્ટ કર્યું હતું
આ કન્સાઇનમેન્ટ મેસર્સ આશી ટ્રેડીંગ કંપનીએ ઇમ્પોર્ટ કર્યું હતું અને અફઘાનિસ્તાન સ્થિત હસન હુસૈન લિમિટેડ ફર્મ દ્રારા તે એક્સપોર્ટ કરાયું હતું. કેસની ગંભીરતાને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ તારીખ 06-10-2021ના રોજ NIA ને સોંપવામાં આવી હતી. કોર્ટે પોતાના કબ્જામાં રુપિયા 21 હજાર કરોડના હેરોઇન જપ્ત થયા બાદ બીજા પણ હેરોઇન અને ડ્રગ્સના જે મોટા કન્સાઇનમેન્ટ આવ્યા તેને લઇ NIA એ હાથ ધરેલી તપાસ અને તે દરમિયાન પકડાયેલા આરોપીઓની ભૂમિકા અને ગુનાહિત કૃત્યની વિગતોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
હેરોઇન કેસમાં NIA દ્વારા 18 આરોપીઓ સામે કરાયેલા ચાર્જશીટમાં રાજુ દુબઇ, જાવેદ અમાન, અબ્દુલ સલામ નૂરજાઇ અને પાકના કબ્જા હેઠળના કાશ્મીરમાં રહેતા મોહમંદ ઇકબાલ અવાન સહિતના આરોપીઓ વોન્ટેડ જાહેર કર્યા હતા. NIA એ તેની તપાસમાં હેરોઇનના વેચાણથી મળતું આર્થિક ભંડોળ આતંકવાદી પ્રવૃતિ માટે લશ્કરે-એ-તૈયબાના ઓપરેટર્સને અપાતું હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.