
ડુમસ સી-ફેસ પ્રોજેક્ટમાં વિલંબ.ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીમાં SMC ની બેદરકારી સામે આવી..પ્રોજેક્ટની સમયમર્યાદા પૂરી થઈ જવા છતાં કામ અધૂરું રહેતાં શાસકોને શરમજનક સ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો છે.સુરતનું ઘરેણું બનવા જઈ રહેલા ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીમાં સુરત મહાનગર પાલિકા (SMC)ની બેદરકારી સામે આવી છે. પ્રોજેક્ટની સમયમર્યાદા પૂરી થઈ જવા છતાં કામ અધૂરું રહેતાં શાસકોને શરમજનક સ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો છે.
૧૫મી ડિસેમ્બરની સમયમર્યાદા વીતી જવા છતાં ગ્રાઉન્ડ ઝીરો પર કામગીરી હજી પૂર્ણ થઈ નથી. પાલિકાના અધિકારીઓએ આટલા મોટા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં બેદરકારી દાખવતા સત્તાધીશોની ટીકા થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે, કન્સલ્ટન્સીની બાંહેધરી પર વિશ્વાસ રાખીને શાસકોએ લોકાર્પણની જાહેરાતો પણ કરી દીધી હતી.કામગીરીમાં થયેલા વિલંબની જવાબદારીમાંથી પોતાની ચામડી બચાવવા માટે, પાલિકાના અધિકારીઓએ આખો દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર એમ.પી. બાબરિયાના માથે ઠોળ્યો છે. જીસ્ઝ્ર દ્વારા કોન્ટ્રાક્ટર પર કડક પગલાં લેવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર એમ.પી. બાબરિયાને ૩.૩૨ કરોડની જંગી પેનલ્ટી ફટકારવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને ત્રણ દિવસમાં ખુલાસો રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. જાે સંતોષકારક ખુલાસો નહીં મળે, તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહીની સૂચના પણ આપી દેવાઈ છે. જાેકે, આટલા મોટા પ્રોજેક્ટમાં પાલિકાના અધિકારીઓએ દાખવેલી બેદરકારી અને કામના સતત મોનિટરિંગમાં થયેલી ચૂકના કારણે જ આ વિલંબ થયો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.




