
દિલ્લીમાં ભાજપ સાંસદોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન ખડગેના ગુજરાતી લોકો અભણના નિવેદનથી રાજકારણ ગરમાયું દિલ્લીમાં ગુજરાત ભાજપના સાંસદોએ મોરચો માંડ્યો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાના વિવાદિત ગુજરાતીઓ પરના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. આ મામલે ગુજરાત ભાજપના સાંસદોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી પણ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા.
વલસાડ સાંસદ ધવલ પટેલ, રાજકોટના સાંસદ રૂપાલા પણ વિરોધમાં જાેડાયા હતા. આણંદના સાંસદ મિતેશ પટેલ, મહેસાણાના સાંસદ પણ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતીઓને અભણ કહ્યાં હતા.
આ નિવેદને લઇને રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતને અભણ કહેવાના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. આસામમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે આ ટિપ્પણીને ગુજરાતનું અપમાન ગણાવી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાત એવી ભૂમિ છે જેણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિક્રમ સારાભાઈ, દયાનંદ સરસ્વતી, મહાન ટાટા અને નરેન્દ્ર મોદી સહિત ઘણા મહાન નેતાઓ અને હસ્તીઓને જન્મ આપ્યો છે. શાહે પ્રશ્ન કર્યો કે ખડગે આટલા સમૃદ્ધ ઇતિહાસવાળા રાજ્યને અભણ કેવી રીતે કહી શકે?.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાના આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે, એક બાજુ ભાજપ સતત તેનો વિરોધ કરી રહ્યું છે તો કોંગ્રેસના નેતા ઉદિત રાજે તેમના પક્ષ પ્રમુખનો બચાવ કર્યો છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અંગે આપેલા નિવેદનને લઈને રાજકીય વિવાદ શરૂ થયો છે. ભાજપે ખડગેની ટિપ્પણી પર કટાક્ષ કર્યો છે. જેના જવાબમાં કોંગ્રેસ નેતા ઉદિત રાજે પોતાના પાર્ટી અધ્યક્ષનો બચાવ કર્યો. નિતિન ગડકરીની ટીકા પર પ્રતિક્રિયા આપતા ઉદિત રાજે કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાન વ્યક્તિઓના નામનો ઉપયોગ કરીને સમગ્ર રાજ્યને ટીકા કરતાં ઉપર ગણાવવું તર્કસંગત નથી. ઉદિત રાજે કહ્યું, “ગાંધીજીના પરિવારને પણ જુઓ, તેમના પોતાના બાળકો પણ બધા એટલા સક્ષમ નથી નીકળ્યા જેટલા ગાંધીજી મહાન હતા. તેનો અર્થ એ નથી કે તેમની સાથે જાેડાયેલા દરેક વ્યક્તિ અથવા સમગ્ર ગુજરાત મહાન બની જાય. સરદાર પટેલ માટે પણ આ જ વાત લાગુ પડે છે. એક મહાન નેતા હોવાને કારણે આખું રાજ્ય મહાન બની જાય એવું નથી. આ તર્ક સંપૂર્ણપણે ખોટો છે.”
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક ચૂંટણી રેલી દરમિયાન એક મોટો રાજકીય વિવાદ ઉભો કર્યો છે. કેરળમાં એક પ્રચાર રેલી દરમિયાન તેમણે ગુજરાતના લોકોને અશિક્ષિત ગણાવતા કહ્યું કે વડા પ્રધાન મોદી ગુજરાતના લોકોને સરળતાથી ગેરમાર્ગે દોરી શકે છે, પરંતુ કેરળના લોકો વધુ બુદ્ધિશાળી અને શિક્ષિત છે.





