
Gujarat News: આજે દેવોના દેવ મહાદેવનો પાવન પર્વ મહાશિવરાત્રિ છે. જે નિમિત્તે પ્રથમ જ્યોર્તિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. જેમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ વચ્ચે મહાશિવરાત્રિ પર સોમનાથ મંદિરના દ્વાર 42 કલાક ખુલ્લા રહેશે. જેમાં અલગ અલગ રાત્રિના ચાર પ્રહારની મહાઆરતીઓ પર કરવામાં આવશે.
ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
આજે મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે ભાવિકોના ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે.વહેલી સવારથી જ ભક્તોની ભીડ મંદિરમાં જોવા મળી રહી છે.