
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યોઓક્ટોબર ૨૦૨૫માં ઝાડા-ઉલટી, કમળો અને ટાઇફોઇડના કુલ ૬૬૭ કેસ નોંધાયાઅમદાવાદ શહેરમાં ઓક્ટોબર મહિનામાં પાણીજન્ય અને વાહકજન્ય રોગોના કેસોમાં ચિંતાજનક વધારો જાેવા મળ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, માત્ર એક જ મહિનામાં ઝાડા-ઉલટીના ૨૪૧ કેસ, કમળા ના ૧૯૯ કેસ અને ટાઇફોઇડના ૨૨૭ કેસ નોંધાયા છે. આ ત્રણેય પાણીજન્ય રોગોના કુલ કેસનો આંકડો ૬૬૭ પર પહોંચ્યો છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરમાં પાણીના શુદ્ધિકરણ અને વિતરણ વ્યવસ્થામાં ક્યાંક ખામી છે. રોગચાળો વકરવાનું મુખ્ય કારણ બેવડી ઋતુ (દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડક) ને પણ ગણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે વાયરલ અને બેક્ટેરિયલ ચેપ ઝડપથી ફેલાય છે.
પાણીજન્ય રોગોની સાથે સાથે, મચ્છરજન્ય અને સામાન્ય વાયરલ કેસોમાં પણ મોટો ઉછાળો જાેવા મળ્યો છે. ઓક્ટોબર ૨૦૨૫માં ડેન્ગ્યુના ૨૫૩ કેસ નોંધાયા છે, જે શહેરમાં મચ્છર નિયંત્રણ અને ફોગિંગની કામગીરી પર સવાલ ઉઠાવે છે. આ ઉપરાંત, શરદી, ઉધરસ અને તાવ જેવા સામાન્ય વાયરલ કેસોની સંખ્યા ૧,૨૦૦થી પણ વધુ નોંધાઈ છે, જે શહેરના આરોગ્ય તંત્ર પરનું ભારણ વધારી રહી છે. આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) માટે સ્વચ્છતા અને રોગ નિયંત્રણની કામગીરી એક મોટો પડકાર બની છે.
શહેરના જાહેર આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને જાગૃત રહેવાની અને તકેદારી રાખવાની અપીલ કરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે પાણીને ઉકાળીને પીવું, બહારના ખુલ્લા ખોરાકનો ત્યાગ કરવો અને સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું આવશ્યક છે. આ ઉપરાંત, ડેન્ગ્યુના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ઘરમાં કે આસપાસ પાણીનો ભરાવો ન થાય તેની ખાસ તકેદારી રાખવી જાેઈએ. છસ્ઝ્ર દ્વારા પણ રોગચાળાના કેન્દ્રોની ઓળખ કરીને તાત્કાલિક ધોરણે સર્વેલન્સ અને નિવારક કામગીરીને વધુ સઘન બનાવવી જરૂરી છે, જેથી આ રોગચાળો નિયંત્રણમાં આવી શકે અને નવેમ્બર મહિનામાં કેસની સંખ્યામાં ઘટાડો થાય.




