
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત નગરપાલિકા ના મ્યુ. કમિશનર તરીકે એમ.નાગરાજન ફરજ ઉપર હાજર થતાંજ શહેર ની સ્વચ્છતાને પ્રાધાન્ય આપી પોતે સફાઈ કામગીરી અંગે કડક વલણ અપનાવેલ હતું અને વહેલી સવારથી જ સફાઈ ની કામગીરી માટે જાત નિરીક્ષણ માટે નીકળી પડતાં હતાં. એવામાં સેન્ટ્રલ ઝોન ના સફાઈ કામગીરીના રાઉન્ડ દરમ્યાન અગાઉથી જાણ હોવા છતાં ડો. અજીત ભટ્ટ નાયબ આરોગ્ય અધિકારી કે તેમના હાથ નીચેના કર્મચારીઓ સ્થળ ઉપર હાજર ના રહ્યા. ડો .અજિત ભટ્ટે ફોન ઉપાડવાની પણ તસ્દી ના લીધી .જેથી મ્યુ. કમિશનરે નારાજ થઈ ડો.અજિત ભટ્ટ ને સસ્પેન્ડ કરવા નિર્ણય લીધો.
સુરત મહાનગરપાલિકા ના કેટલાક અધિકારીઓ ડો. અજિત ભટ્ટ ને સસ્પેન્ડ કરવાની વિરૂધ્ધ માં હતા અને ડો.અજિત ભટ્ટને સસ્પેન્ડ કરવામાં ના આવે તે માટે ડો. ભટ્ટ નો સસ્પેન્શન ઓર્ડર આપવામાં વિલંબ કરવામાં આવેલ. સસ્પેન્શન અંગે ડો. ભટ્ટે પહેલા પ્રત્યાઘાત આપતા જણાવે છે કે હું ઝોન વિસ્તાર માં સફાઈ કામગીરી માટે ફરુ તો ઓફિસ ના કામ કોણ કરે? પરંતુ ડો.અજિત ભટ્ટ જે ઝોન માં જાય ત્યાં કર્મચારીની હાજરી ચેક કરે અને સફાઈ કર્મચારી ની પાછળ ફરી તેઓને હેરાન પરેશાન કરતાં. સફાઈ કર્મચારીને કયો વિસ્તાર આપવો વિગેરે કામગીરી ડો. અજિત ભટ્ટ કરી રહેલા છે. ત્યારે મ્યુ. કમિશનર ના આદેશ ની અવગણના કરી ડો.અજિત ભટ્ટે ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી ઉપરી અધિકારી ના આદેશનું પાલન નહીં કરી મોટી ફરજ ચૂક કરી છે. તેમ છતાં તેઓએ માંફી માંગી હોવાનું જણાવી તેમનું સસ્પેશન રદ કરવાના નિર્ણય શંકા પ્રેરે છે. મ્યુ.કમિશનરે સસ્પેન્શન હુકમ કોઈના દબાણ માં આવી રદ કરેલ છે કે બીજું કઈ જાણવુ જરૂરી છે.




