Dwarka: દૂર દૂર થી લાખો લોકો પદયાત્રા કરી દ્વારકા પહોંચી રહ્યાં છે. ફુલડોલ ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ છે. ભગવાન દ્વારકાધીશ સાથે હોળી રમવા લાખો ભક્તો દ્વારકા આવી રહ્યાં છે. આવામાં પદયાત્રા માર્ગ પર ઠેર ઠેર જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેમ્પનું આયોજન કરાયું છે. પરંતું ગતરોજ દ્વારકા જતા 40 પદયાત્રીઓને એકસાથે ફૂડ પોઈઝનિંગ થયુ હતું. સાંજના ભોજન બાદ પદયાત્રીઓની તબિયત લથડી હતી. જેથી તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં સવારે નાસ્તા બાદ તબિયત લથડી
ગઈકાલે રાજકોટમાં 40 જેટલાં પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ગોંડલથી વીરપુર આવતા સમયે પ્રવાસીઓની તબિયત લથડી હતી. આ તમામ લોકોએ ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં સવારે નાસ્તો કર્યો હતો. બાદમાં તમામને સારવાર આપવામાં આવી હતી. તો આજે દ્વારકા જતા પદયાત્રીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ખંભાળિયા નજીક પગપાળા જતા સંઘના 40 જેટલા પદયાત્રીઓને ફૂડ પોઈઝનિંગ થયું. સાંજે જમ્યા બાદ પદયાત્રીઓને ઝાડા ઉલટી થયા. જે બાદ તમામને સારવાર આપવામાં આવી.
હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
જેથી એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને તાત્કાલિક ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. રાત્રિના સમયે એકસાથે 40 જેટલા ફૃડ પોઇઝિનગના દર્દીઓ આવી જતા હોસ્પિટલ ઉભરાઈ હતી. જેથીફરજ પરના તબીબ દ્વારા તુરંત હોસ્પિટલના વડાને જાણ કરાઈ હતી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, RMO, સહિત ડોક્ટરો, મેડિકલ સ્ટાફ દોડી આવ્યો હતો. તમામ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 25/03 ના રોજ દ્વારકાધીશ મંદિર ખાતે દ્વારકાધીશ ટ્રસ્ટ તરફથી ફુલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને દર્શનાર્થીઓ સારી રીતે દર્શન કરી શકે એ માટે કીર્તિસ્તંભથી છપ્પન સીડી સુધી બેરીગેટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ જગ્યાએ પોલીસ સ્ટાફ તરફથી ત્યાં પૂરી વ્યવસ્થા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિરની આસપાસ નિયત અંતરે ત્રણ જગ્યાએ પોલીસ સહાયતા કેન્દ્ર આરોગ્યની ટીમ તૈનાત કરાઈ છે. જેથી કરીને કોઈ ઇમરજન્સી સર્જાય તો દર્શનાર્થીઓને તાત્કાલિક સેવા પૂરી પાડી શકાય. આ ઊપરાંત એસ.ટી વિભાગ દ્વારા પણ અલગથી સ્પેશિયલ બસો દોડાવવામા આવી છે. જેથી દર્શનાર્થીઓ પોતાના ગંતવ્ય સ્થાને જઈ શકે. આ ઉપરાંત રસ્તા ઉપર અને દ્વારકા ખાતે પણ સેવાભાવિ સંસ્થાઓ દ્વારા સેવ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજ કે જે ઉત્સવમાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે એમને પણ નમ્ર અપીલ છે કે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર ને પુરતો સહયોગ કરે.
હોળી ઉત્સવને લઈને દ્વારકા આવતા યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે
હોળી ઉત્સવને લઈને દ્વારકા આવતા યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. હોળી ઉત્સવના પાંચ દિવસ પુર્વે યાત્રાધામ દ્વારકામાં ભક્તોનો ભારે ધસારો રહેશે. ભક્તોની ભીડને લઈ સ્થાનિક તંત્ર દ્વારા કીર્તિસ્તંભથી જગત મંદિર સુધી ખાસ વ્યવસ્થા કરાઈ છે. કીર્તિસ્તંભ ખાતે સામાન ઘર અને પ્રસાદ ઘરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
દ્વારકાધીશ જગત મંદિર માં હાલ હોળી ઉત્સવ પર્વે હોળાષ્ટક એટલે કે ફાગણ સુદ અષ્ટમી થી કરી અને ફુલ્ડોર ઉત્સવ સુધી બંને આરતી ની અંદર સંધ્યા આરતી અને સવાર ની શ્રૃંગાર આરતીમાં શ્રી દ્વારકાધીશજી ના મુખ્ય ઉત્સવ રૂપે અબીલ અને ગુલાબ ભગવાન ની ભુજા માં પોટલી બાંધી અને ચાંદીની પિચકારી બાંધી શુભચંદ ના વાઘા ભગવાનને ધારણ કરવામાં આવે છે અને વૈષ્ણવો ની સાથે આ ઉત્સવ ઉજવાય છે વાત વિશેષ માં કરીએ તો ભોગમાં નૈવેદ્યના ભગવાન દ્વારકાધીશજી ને દારિયા ની દાળ ના લાડુ ઠાકોરજી ને આરોગવામાં આવે છે.ખાસ કરી ને અગિયાર ભોગમાં દારિયા ની દાળ ના લાડુ આરોગવામાં આવે છે.