
મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી.ધર્મ પરિવર્તન પછી પણ અનામતનો લાભ લેનારાની મુશ્કેલી વધશે!.ઘણાં રાજ્યોમાંથી આવી ફરિયાદો મળ્યા બાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ દિશામાં પહેલ કરવાનો ર્નિણય લીધો છે.રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એવા લોકોને શોધવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરુ કરવા જઈ રહ્યું છે જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે, પરંતુ હજુ પણ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ લઈ રહ્યા છે. જ્યારે, ભારતીય બંધારણ સ્પષ્ટપણે જણાવે છે કે ફક્ત તે લોકો જે હિન્દુ, શીખ અથવા બૌદ્ધ છે તેઓ જ અનુસૂચિત જાતિ (SC)માં અનામત માટે પાત્ર બનશે. ઘણાં રાજ્યોમાંથી આવી ફરિયાદો મળ્યા બાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ દિશામાં પહેલ કરવાનો ર્નિણય લીધો છે, જેમાં ઘણાં લોકો વિશે ફરિયાદો મળી છે કે તે અનુસૂચિત જાતિઓને આપવામાં આવતા અનામત લાભોનો અયોગ્ય લાભ લઈ રહ્યા છે.
અહેવાલો અનુસાર, NCSC તમામ રાજ્ય સરકારોને રાજ્યના તમામ સરકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓની સંપૂર્ણ તપાસ કરવા અને જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે લખી રહ્યું છે. કમિશન દ્વારા આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે અલ્હાબાદ હાઇકોર્ટે તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારને એવા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે પરંતુ હજુ પણ અનુસૂચિત જાતિ માટે અનામત લાભ લઈ રહ્યા છે.
દ્ગઝ્રજીઝ્રને એવી પણ ફરિયાદો મળી છે કે કેટલાક લોકોએ ફક્ત અનામતનો લાભ મેળવવા માટે હિન્દુ ધર્મમાં ધર્માંતર કર્યું છે. ભારતના બંધારણની કલમ ૩૪૧ હેઠળ, અનુસૂચિત જાતિ પરના રાષ્ટ્રપતિના આદેશ, ૧૯૫૦માં જાતિ આધારિત અનામતની જાેગવાઈ છે. તે વિવિધ જાતિઓ અને જૂથોને અનુસૂચિત જાતિ (SC) તરીકે વર્ગીકૃત કરે છે. આ મુજબ, હિન્દુ ધર્મ, શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય ધર્મનો દાવો કરનાર કોઈપણ વ્યક્તિ અનુસૂચિત જાતિનો સભ્ય ગણવામાં આવશે નહીં. પરિણામે, ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરનાર કોઈપણ વ્યક્તિ જાતિ આધારિત અનામત માટે અયોગ્ય છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો જેમાં અનામત લાભો માટે ખ્રિસ્તી ધર્મમાંથી હિન્દુ ધર્મમાં રૂપાંતરિત થયેલી એક મહિલાના દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે જ્યારે તે પુડુચેરીમાં અપર ડિવિઝન ક્લાર્ક (UDC) પદ માટે અરજી કરી ત્યારે તે હિન્દુ હતી, અને તેથી, તેણીને જાતિ પ્રમાણપત્ર મળવું જાેઈએ. જાે કે, કોર્ટે તેના દાવાને નકારી કાઢ્યો હતો. તેના ર્નિણયમાં સુપ્રીમ કોર્ટે તો એમ પણ કહ્યું હતું કે, ‘ફક્ત અનામત લાભો મેળવવા માટે ધર્માંતરણ ‘બંધારણ પર છેતરપિંડી‘ છે.‘




