
તપાસમાં ૬ નમૂના ‘અનસેફ’ જાહેર થયા છેપનીર–ચીઝ–ઘીના નામે ભેળસેળનો ભાંડાફોડ થયો.સુરત શહેરમાં ફરી નકલી પનીર, ચીઝ અને ઘી મળી આવ્યા છે : રેડમાં લેવાયેલા અનેક સેમ્પલ ફેલ નીકળ્યા.આખા ગુજરાતમાં હવે ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. આરોગ્ય વિભાગના દરોડામાં ઠેર ઠેર નકલી ખાણીપીણી પકડાઈ રહી છે. આવામાં સુરત નકલી વસ્તુઓનું હબ બની રહ્યુ છે. ચટાકાના શોખીન સુરતીઓએ હવે બહાર ખાવાથી ચેતી જવું જાેઈએ. કારણ કે, પનીર–ચીઝ–ઘીના નામે ભેળસેળનો ભાંડાફોડ થયો છે.
SMC ના આરોગ્ય વિભાગની સઘન તપાસમાં ૬ નમૂના ‘અનસેફ’ જાહેર થયા છે. પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અને ઘીના નમૂનાઓ ખાવાલાયક ન હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં ખૂલ્યું છે. ૩ થી ૧૫ નવેમ્બર દરમિયાન ચાલેલી વિશેષ ડ્રાઇવમાં મોટા પાયે ભેળસેળ પકડાઈ છે.
કોના કોના સેમ્પલ ફેલ નીકળ્યા વર્ષા સોસાયટીની એચ.એલ. ફ્રોઝન ફૂડનો પ્રોસેસ્ડ ચીઝ એનાલોગ નિષ્ફળ સાઈધામ સોસાયટીની શિવ ધર્મરાજ ડેરીનો નોન-બ્રાન્ડેડ ચીઝ એનાલોગ અનસેફ ઉધનાની એસ.પી. માર્કેટિંગનું ‘શ્રી વલ્લભ દેસી ઘી’ અખાદ્ય જાહેર
પરમાનંદ ઈન્ડસ્ટ્રીઝની જય ગાયત્રી ડેરીના ઘીનો નમૂનો ફેલ નાનપુરાની ઈન્ડિયા ડેરીમાંથી લેવામાં આવેલા ઘીમાં ભેળસેળ બહાર આવી મોટા વરાછાની ઘી પેલેસના ભેંસના ઘીનો નમૂનો પણ અનસેફ જાહેર. સ્થળ પરથી ૩૩ કિલો ચીઝ એનાલોગનો જથ્થો SMC એ સીઝ કર્યો. જથ્થાની કિંમત અંદાજે રૂ.૧૦,૦૮૦ ગણવામાં આવી.
આ વિશે આરોગ્ય અધિકારી બીઆર. બ્રહ્મભટ્ટે કહ્યું કે, અનસેફ નમૂનાઓ મામલે જવાબદાર સામે મ્યુનિસિપલ કોર્ટમાં કેસની તૈયારી કરી છે. પાલિકાની કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ડેરી પ્રોડક્ટ્સ ખરીદતી વખતે સુરતીઓને વધુ સાવધાન રહેવાની અપીલ કરી છે.
થોડા સમય પહેલા સુરતમાં ખટોદરા વિસ્તારમાં સુરભી ડેરીના પનીરના ગોડાઉનમાંથી લેવાયેલા પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં ખૂલ્યું કે, ફેટનું પ્રમાણ ૫૦ ટકા હોવું જાેઈએ, જે ૩૫ ટકા જ છે. દૂધને બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટની માત્રા મળી આવી. સાથે જ તેમાં Bita-sitosterol મળ્યું છે, જે એબ્સન્ટ હોવું જાેઈએ. આ પનીર ખાવાથી શરીરમાં સ્ટાર્ચ પાચન સમસ્યા ઉદભવે છે, ગેસ, પાચન શક્તિ તેમજ અન્ય બીજી તકલીફો પેદા થઈ શકે છે. જેથી આંતરડામાં નેચરલ માઇક્રોબ ખોરવાઈ શકે છે. રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. પાચન સંબંધિત રોગોનું જાેખમ વધે છે. આ પનીર ખાવા થી પ્રોટીન અને કેલ્શિયમ મળતું નથી જેના કારણે લાંબે ગાળે સમસ્યા સર્જાઈ શકે છે.
બનાસકાંઠાના ડીસા ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર એસઓજીની ટીમે રેડ પાડી હતી. અંદાજિત ૫૦૦ કિલો શંકાસ્પદ ઘી એસઓજીએ જપ્ત કર્યું છે. ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ધમધમી રહી છે. એસઓજીએ વહેલી સવારે રેડ કરી અને મુદ્દા માલ જપ્ત કરી અને કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લાનો ફૂડ વિભાગ ઊંઘતો રહ્યો અને ર્જીંય્ પોલીસે ફેક્ટરી ઝડપી પાડી. એસઓજીની કાર્યવાહી બાદ મુદ્દામાલ અને આરોપીઓની વિગતો સામે આવશે. તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા પનીર, કપાસિયા તેલ અને પાણીના નમૂના ફેલ થયા છે. અનમોલ બ્રાન્ડ કપાસિયા તેલની અંદર કપાસિયા તેલ જ ન હતું..! ક્રિસ્ટલ બેવરેજીસના બિલકિંગ વોટરમાં વધુ પડતા બેક્ટેરિયા જાેવા મળ્યા. શ્યામ ડેરીના નમૂના ફેલ થયા, બટરમાં પણ ભેળસેળ ખૂલી છે. ભેળસેળિયા તત્વો સામે દંડ અને કોર્ટ કેસ સહિતની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.




