
ગાંધીનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણ યોજના – ઓનલાઈન અરજી ૦૧/૧૨/૨૦૨૫ થી ૧૦/૧૨/૨૦૨૫ સુધી.ગાંધીનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાનો હેતુ રાખીને બાગાયત વિભાગ દ્વારા ચલાવવામાં આવતી “ફાર્મ મિકેનાઇઝેશન યોજના” હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા સામાન્ય વર્ગના ખેડૂતોએ ૦૧ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચે ૈ-ારીઙ્ઘેં પોર્ટલ (www.ikhedut.guja®a.gov.in) પર ઓનલાઈન અરજી કરવી રહેશે.
નવીન આઇ-ખેડૂત પોર્ટલ મુજબ સૌપ્રથમ ખેડૂતોએ પોતાની નોંધણી (www.ikhedut.guja®a.gov.in) પૂર્ણ કરવી રહેશે. ત્યારબાદ ફાર્મ મિકેનાઇઝેશન યોજનાની અરજી કરી જરૂરી દસ્તાવેજાે અપલોડ કરી અરજી કન્ફર્મ કરવી. કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ ખેડૂતે પોતાની પાસે રાખવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ ક્લેઇમ સબમિશન સમયે તે પ્રિન્ટની સહી કરેલી નકલ તથા જરૂરી સાધનિક પુરાવા સાથે જિલ્લા બાગાયત કચેરી ખાતે જમા કરવાની રહેશે.
સરકારની મિની ટ્રેક્ટર તથા કૃષિ સાધનો સહાય યોજના હેઠળ સહાય મેળવવા ઇચ્છતા બાગાયતદાર ખેડૂતોએ પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર અથવા કોઈપણ ખાનગી ઇન્ટરનેટ કેફે મારફતે સરળતાથી ઓનલાઈન અરજી કરી




