Unseasonal Rain : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી ઉભા પાકને નુકસાન થઈ શકે છે. જેમાં ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આંબા પર હાલ કેરીઓ આવી ગઈ હોવાથી વરસાદમાં ખરી પડે તેમ છે. ત્યારે ચિંતિત ખેડૂતો સરકાર પાસે કેરીના પાકને લઈને મદદની આશા લગાવી રહ્યાં છે.
કેરીના રસિયાઓ માટે માઠાં સમાચાર
કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. જેથી આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કેરીના પાકને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઝાપટાની આગાહી
વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદ પાડવાની સંભાવનાને જોતા કેરીના પાકને મોટાપાયે નુકશાન થશે. વિષમ વાતાવરણ અને વરસાદના કારણે કેરીમાં સડો પડી જવાની શક્યતા છે. ખેડૂતોના પાકને બચાવવા પ્રયાસ કરવા ખેડૂત આગેવાન જયેશ પટેલે અપીલ કરી છે.