
સહાય પેકેજથી ખેડૂતોમાં નારજગી ઉપલેટા તાલુકાના તેલંગણા ગામમાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન તેનાં માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું પણ માલધારીઓ પશુ પાલનો માટે કોઈ સહાય પેકેજ જાહેર કર્યું નથી
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તેલંગણા ગામમાં કમોસમી વરસાદથી થયેલા પાકોનેં ભારે નુકસાનીનું સરકાર દ્વારા સહાય પેકેજથી તલંગણા ગામનાં ખેડૂતો અસંતોષ જાેવા મળ્યો. ખેડૂતોએ સહાય પેકેજને લોલીપોપ ગણાવી.
આ પેકેજથી તેમને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થવાનો તેમ ખેડૂતોએ જણાવ્યું. ખેડૂતોને પાકો માં નુકસાન થયું છે તેનાં માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું પણ માલધારીઓ પશુ પાલનો માટે કોઈ સહાય પેકેજ જાહેર કર્યું નથી.
સૌરાષ્ટ્ર ગુજરાત માં કમોસમી વરસાદથી પાકોનેં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને ખેડૂતોને પાકોમાં નુકસાન થતાં રાતાં પાણી રોવાનો વારો આવ્યો હતો
અને સરકાર દ્વારા તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડ ની સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી ઉપલેટા તાલુકાના તેલંગણા ગામના ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદથી પાકને મોટું નુકસાન થયું છે. આ નુકસાની પેટે સરકાર દ્વારા જે સહાય પેકેજની જાહર કરાયું છે તેમાંથી તેમને કોઈ ફાયદો નહીં થાય. આ સહાય પેકેજ થી ખેડૂતોના હાથમાં કંઈ નહી આવે.
ખેડૂતો આ સહાય પેકેજને લોલીપોપ સમાન ગણાવ્યું હતું અને કોઈ પણ પ્રકારનો ફાયદો ના થતા કેટલાક ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે તેવું જણાવ્યું. ઘાસચારો માલધારી અને પશુપાલનો પણ ચિંતિત છે આ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર થી ખેડૂતો અસંતોષ જાેવા મળ્યા હતા અને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી




