
વન વિભાગે કરી જાહેરાત અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતું પકડાયંુ તો થશે જેલ ત્રણ ત્રણ વર્ષની જેલની હવા ખાવાનો વારો આવી શકે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વાનરોનો આતંક અને હુમલાની ઘટનાઓમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. જેના પગલે હવે અમદાવાદ માટે વન વિભાગે મોટો ર્નિણય લીધો છે. વન વિભાગે જાહેરાત કરી છે કે જાે અમદાવાદમાં વાનરોને કોઇ કઇ પણ ખાવાનું આપતુ દેખાશે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે. અમદાવાદમાં વાનરને ખાવાનું આપવું હવે ગંભીર ગુનો ગણાશે. વન વિભાગે ખાસ જાહેરાત કરી છે કે વાનર વન્યજીવ અધિનિયમ ૨ હેઠળ આવતું પ્રાણી છે, અને તેને ખાવાનું આપવું કાયદા પ્રમાણે દંડનીય પ્રવૃત્તિ છે.તેથી જાે તમે અમદાવાદમાં રહેતા હોવ અને વાનર પ્રત્યે જીવદયા રાખીને ભુલથી પણ ખાવાનું આપવાનું વિચારતા હોવ તો ચેતી જજાે, નહીંતર તમારે ત્રણ ત્રણ વર્ષની જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.
વાનરને ખાવાનું આપવું વન્યજીવ અધિનિયમ ૨ (Wildlife PrOection Act, 1972 – Schedule II) મુજબ ગુનો ગણાય છે. આ કાયદા મુજબ વાનર, અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર લોકોને કાનૂની પગલાં ભરવામાં આવશે.
વન વિભાગના નિયમો અનુસાર, વાનરને ખાવાનું આપનારને ત્રણ વર્ષની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ થશે. આ સજા કાયદાની ગંભીરતા દર્શાવે છે અને વાનરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જનજાગૃતિ લાવવાનો ઉદ્દેશ છે. આ જાહેરનામું વાનરના વધતા હુમલાઓ અને સડક પર મસ્ત ખાવાના દૃશ્યોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા સમય દરમિયાન વાનરો દ્વારા લોકો પર હુમલાની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે. વન વિભાગે સ્થાનિક લોકોને વિનંતી કરી છે કે વાનરને ખાવાનું આપવું બંધ કરે અને જરૂર પડે તો અધિકારીઓને જાણ કરે.





