
આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી ઈડરમાં આવેલી નમકીન ફેક્ટરીમાં આગ લાગતાં ભારે દોડધામ મચી આ ઘટના ઈડરના કુટુંબ કલ્યાણ કેન્દ્રની પાછળના ભાગમાં આવેલી શ્રી નમકીન ફેક્ટરીમાં બની હતી ઇડરમાં આવેલી એક નમકીન ફેક્ટરીના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ઈડરના કુટુંબ કલ્યાણ કેન્દ્રની પાછળના ભાગમાં આવેલી શ્રી નમકીન ફેક્ટરીમાં બની હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની વિગત મુજબ, ઈડરના રહેણાંક અને વ્યાપારી વિસ્તારની નજીક આવેલી શ્રી નમકીન ફેક્ટરીના ગોડાઉનમાંથી અચાનક ધુમાડાના ગોટા નીકળતા જાેઈ સ્થાનિકો ચોંકી ઉઠ્યા હતા. જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ફેક્ટરીમાં રહેલો જથ્થો અને પેકિંગ મટીરિયલ જ્વલનશીલ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી.
આગની જાણ થતા જ ઈડર નગરપાલિકાના બે ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. સમયસર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમને કારણે આગને વધુ પ્રસરતી અટકાવી શકાઈ હતી, જેનાથી આસપાસની મિલકતોને થતું નુકસાન ટળી ગયું હતું.
પ્રાથમિક તપાસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાેકે, ફેક્ટરી માલિકને આ આગમાં મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. ગોડાઉનમાં રાખેલો કાચો માલ અને તૈયાર નમકીનનો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે.
હાલમાં સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા નુકસાનીનો ચોક્કસ અંદાજ મેળવવા અને આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની નજીક લાગેલી આ આગે ફરી એકવાર ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં ફાયર સેફ્ટીના સાધનોની સજ્જતા સામે સવાલો ઉભા કર્યા છે.





