Gujarat News: સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તથા ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ વિસનગરના સંસ્થાના સંયુક્ત ઉપ્રકમે ગુજરાતમાં પ્રથમવાર દિવ્યાંગોની નેશનલ વ્હિલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વિસનગર ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી નૂતન સ્પોર્ટ્સ સંકુલ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. જેમાં તારીખ 15 માર્ચથી 19 માર્ચ સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલશે. જેમાં આ કિકેટ ટુર્નામેન્ટમાં જુદા જુદા 8 રાજ્યોની ટીમ ભાગ લેશે.
દિવ્યાંગ નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યોજાશે
દિવ્યાંગ નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે તારીખ 15થી 19 માર્ચ દરમિયાન નૂતન સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાશે. જે ટુર્નામેન્ટના ભાગરૂપે તારીખ 14 માર્ચ 2024ના રોજ સવારે 9:30 કલાકે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વ્હીલચેર રેલી યોજવામાં આવશે.
ત્યાર બાદ 15 માર્ચ 2024ના રોજ સવારે 9 કલાકે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતેથી મહેસાણા શારદાબેન પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ચંદુભાઈ ભાટી, પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના કાન્તિભાઈ પરમાર તેમજ પ્રેસિડેન્ટ પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકવામાં આવશે.
વધુ દિવ્યંગતા ધરાવતા દિવ્યાંગ લોકો પ્રોત્સાહિત થાય તે માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં ટુર્નામેન્ટની વિશેષતા એ હશે કે ,તમામ ખેલાડીઓ, બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ બધી જ ક્રિયાઓ વ્હીલચેરમાં બેસીને જ કરશે.
આ ટુર્નામેન્ટમાં સમગ્ર દેશમાંથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશનીટીમો ભાગ લેશે. જેમાં ટુર્નામેન્ટમાં દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા હાજર રહેવા માટે આહવાન કરાયું છે.