
કર્મચારીઓને એક અઠવાડિયાનું મીની વેકેશન મળશ.સરકારી કર્મચારીઓની દિવાળીની પડતર દિવસની રજા જાહેર કરાઇ.કચેરીઓમાં ૧૯ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર સુધી રજાઓ રહેશ.આગામી દિવાળીના તહેવારને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓને સરકારે મોટી ભેટ આપી છે. ત્યારે સરકારી કર્મચારીઓને વધુ એક લાભ દિવાળી દરમિયાન આપવામાં આવ્યો છે. કર્મચારીઓ માટે દિવાળીના પડતર દિવસની રજા જાહેર કરાઈ છે. દિવાળીમાં ૨૪ ઓક્ટોબરની રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એક અઠવાડિયાનું મીની વેકેશન મળશે. કચેરીઓમાં ૧૯ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર સુધી રજાઓ રહેશે.
સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામાથી કેલેન્ડર વર્ષ ૨૦૨૫ માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવેલ છે.તે મુજબ તા.૨૦/૧૦/૨૦૨૫ સોમવારના રોજ દિવાળીની જાહેર રજા, ૨૨/૧૦/૨૦૨૫ બુધવારના રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા,તા.૨૩/૧૦/૨૦૨૫ના રોજ ગુરૂવારે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. ત્યારબાદ તા.૨૫/૧૦/૨૦૨૫ના રોજ ચોથા શનિવાર તથા તા.૨૬/૧૦/૨૦૨૫ના રોજ રવિવારની જાહેર રજા આવે છે.
જ્યારે આ રજાઓ વચ્ચે તા.૨૧/૧૦/૨૦૨૫ મંગળવાર તથા તા.૨૪/૧૦/૨૦૨૫ શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે.દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી તા.૨૧/૧૦/૨૦૨૫ મંગળવાર તથા તા.૨૪/૧૦/૨૦૨૫ શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે અને તેના બદલામાં તા.૦૮/૧૧/૨૦૨૫ બીજાે શનિવાર તથા તા.૧૨/૧૨/૨૦૨૫ બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.




