
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવને ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા.
આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત લોકાયુક્તશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.





