
Gujarat Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક બુધવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં એક કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે 10 લોકોના કરુણ મોત થયા હતા. જેમાંથી આઠ લોકોના ઘટનાસ્થળે જ અને બેના હોસ્પિટલમાં મોત થયા હતા. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
કાર ટ્રેલર સાથે જોરદાર ટકરાઈ
આપને જણાવી દઈએ કે કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક પહોંચતા ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર પલટી મારી ગઈ હતી.