
કુલ ૪૫૦૦ નવી જગ્યાઓ ઉભી કરાશે.સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે બજેટમાં બે એલાન.DIAL ૧૧૨ જનરક્ષક માટે ૩ હજાર જગ્યાઓ ઊભી કરાશે, મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરાશે.ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ ૪,૦૮,૦૫૩ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ બજેટમાં ૩૭,૮૦૩ કરોડનો વધારો જાેવા મળ્યો છે. તેમજ ૯૭૪ કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં યુવાનો માટે ભરતીને લગતા બે ર્નિણય લેવામાં આવ્યા છે જેમાં DIAL ૧૧૨ જનરક્ષક માટે ૩ હજાર જગ્યા તેમજ મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. આ જાહેરાત બાદ હવે આ બે વિભાગમાં આગામી સમયમાં ભરતી આવશે તેવી શક્યતાઓ છે. વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ ૧૪૨૬૫ કરોડની જાેગવાઇની જાેગાવી કરવામાં આવી છે, જેમાં DIAL ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી ૩ હજાર જગ્યાઓ ઊભી થશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦ હજાર ૪૪૪ રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં ૧૫૭૧ કરોડની જાેગવાઇ. રાજ્યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ-૧૦૭ મકાનો બનાવવા ૧૩૬ કરોડની જાેગવાઇ તો Rogue Drone તોડી પાડવા ચાર Anti Drone System ની ખરીદી માટે ૨૦ કરોડની જાેગવાઇ. અને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલિંગને સુદ્રઢ કરવા ૫૦ Special Operational Vehicle ખરીદવા ૯ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત બજેટમાં મહેસૂલ વિભાગ માટે પણ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ માટે કુલ ૫૫૫૨ કરોડની જાેગવાઇ જેમાં કુદરતી આફતો સામે રાહત આપવા ૨૧૪૫ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, મહુધા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને ૫૧ તાલુકાઓમાં અંદાજિત ૫૬૨ મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે ૨૪૦ કરોડની જાેગવાઇ. વિવિધ મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં રૂ.૧૦૦ કરોડની જાેગવાઇ. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે ૧૫ તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધ્યો છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં ૧૯% જેટલો વધારો થયો છે. જેના માટે રૂ.૨૫૦ કરોડની જાેગવાઇ.
દિવ્યાંગજનને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્સ આપવા તેમજ અન્ય સુવિધાઓ માટે જાેગવાઈ.
રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની તકો મળી રહે તે માટે દાહોદ જિલ્લાના ઝાલોદ અને ગરબાડા તાલુકામાં બે તથા અરવલ્લી જિલ્લા સહિતના અન્ય જિલ્લાઓમાં ત્રણ એમ પાંચ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.




