
નર્મદાના પાણીને ઉ. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વાળવા સુજલામ સુફલામ સહિત ૩ યોજના માટે મોટી ફાળવણી.ગુજરાતના નાણામંત્રીએ સતત પાંચમીવાર આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કર્યું. આ વખતનું બજેટ ૪,૦૮,૦૫૩ કરોડનું વિક્રમી બજેટ રજુ થયું. જેમાં GYAN પર સૌથી વધુ ફોકસ રહ્યું. એટલેકે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત કરવા પર ભાર મૂકાયો. બજેટમાં વિવિધ ક્ષેત્રના વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો.
નાણામંત્રીએ બજેટ રજુ કરતા શરૂઆતમાં કહ્યું કે જી.એસ.ટી.માં કરેલ ઐતિહાસિક સુધારાથી સામાન્ય નાગરિકની જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદશકિતમાં વધારો થયેલ છે. વધુમાં, શ્રમ અધિનિયમમાં કરેલ સુધારાઓથી કામદારોની સામાજિક સુરક્ષા, રોજગારીની તક સાથે તેમના સન્માનમાં વધારો થયો છે. ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની મળી છે તેનો સંપૂર્ણ યશ ખેલમહાકુંભની શરૂઆત કરાવનાર ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન મોદીજીને જાય છે.
– નાણામંત્રીએ વિવિધ વિભાગો માટે કેટલું ફંડ ફાળવ્યું તે અંગે પણ માહિતી આપી. જે હેઠળ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ૨૫૯૬૦ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. ત્યારે કઈ યોજના અને કાર્ય માટે કેટલા રૂપિયાની ફાળવણી કરાઈ તે પણ જાણો.
– નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ૨૫૯૬૦ કરોડની જાેગવાઇ
– જળસંપત્તિ પ્રભાગ માટે ૧૩૯૪૪ કરોડની જાેગવાઇ
– દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે ૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે ૧૩૩૩ કરોડ એમ કુલ ૩૦૪૩ કરોડની જાેગવાઇ.
– હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ૧૪૨૦ કરોડની જાેગવાઇ.
– ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે મોટા ચેકડેમ-વિયર બાંધવા ૮૯૬ કરોડની જાેગવાઇ.
– ડેમ સેફ્ટી માટે ૬૯૩ કરોડની જાેગવાઇ.
– સાબરમતી નદી પર કુલ ૧૪ વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે, બાકી રહેતા કામો પૂર્ણ કરવા ૬૨૪ કરોડની જાેગવાઇ.
– આદિજાતિ વિસ્તારમાં ઉદ્વહન સિંચાઇ યોજના માટે ૪૮૫ કરોડની જાેગવાઇ.
– ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર ૪૩ મોટા ચેકડેમો/વીયર બાંધકામથી ૨૧૦૫ હેક્ટર વિસ્તારને લાભ મળશે. જેના માટે ૧૫૦ કરોડની જાેગવાઇ.
– વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર–કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા ૩૫ ગામોના ૧૬૨૩૫ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. જેના માટે ૮૫ કરોડની જાેગવાઇ.
– છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી ૧૮ તાલુકાના ૫૧૪૮૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન છે.
– સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે ૧૭૦૦ કરોડની જાેગવાઇ. સરદાર સરોવર યોજના માટે કુલ ૩૩૧૭ કરોડની જાેગવાઇ
– અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં(ફેઝ-૨) સિંચાઈ સુવિધા વધારવા માટે ૬૦૦ કરોડની જાેગવાઇ.
– સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ તળાવથી ધોલેરા SIR વિસ્તારને પાઇપલાઇન દ્વારા ૧૦૦ સ્ન્ડ્ઢ પાણી પૂરું પાડવા માટે ૩૦૦ કરોડની જાેગવાઇ.
– કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે ૨૩૦ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ૨૫ હજારથી વધુની ફાળવણી કરી છેકરોડની જાેગવાઇ.
– પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ૧૧ ગામોના કમાન્ડ વિસ્તાર બહારના વિસ્તાર માટે સિંચાઇ ઉદ્વહન પાઈપ પ્રોજેક્ટ માટે ૮૦ કરોડની જાેગવાઇ. પાણી પુરવઠા પ્રભાગ માટે ૬૯૮૪ કરોડની જાેગવાઇ
– લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુકત પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરે છે.
– ધોલેરા Special Investment Region ને પાણીનો પ્રવાહ અવિતરપણે મળી રહે તે માટે નવીન ૧૦૦ એમ.એલ.ડી બલ્ક પાઇપલાઇન નેટવર્ક માટે ૬૫૦ કરોડના કામોનું આયોજન.
– આદિજાતિ વિસ્તારના કુલ ૧૪ જિલ્લાઓના ૬૫૧ ગામોને આવરી લેતી ૨૬ જૂથ યોજનાઓ માટે ૨૮૦ કરોડની જાેગવાઇ.
– રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્વની યોજનાઓની કામગીરી જેમાં મુખ્યત્વે,
– આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ ૨૭૬ ગામો તથા ૩ શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે ૮૬૬ કરોડના કામો પ્રગતિ હેઠળ.
– વાવ-થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારીત ૨૪૦ ગામો માટેની સુધારણા યોજના માટે ૩૪૬ કરોડના કામો માટે જાેગવાઇ.
– બનાસકાંઠા જિલ્લામાં ધરોઇ જળાશય આધારીત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે ૧૫૩ કરોડના કામો પ્રગતિ હેઠળ.
– સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે. જેમાં,
– અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે ૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.
– સામાન્ય વિસ્તાર તેમજ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ગામોમાં પાણી વેરાની મહત્તમ વસુલાત કરવામાં આવે તે માટે પ્રોત્સાહક રકમ આપવા ૬૩ કરોડની જાેગવાઇ.
– પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વધુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ ૧૫ નવીન લેબોરેટરીની સ્થાપના માટે ૧૫ કરોડની જાેગવાઇ.




