Gujarat: હિન્દુ સનાતન સંઘના નેતા ઉપદેશ રાણાએ ગુજરાત સરકારને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ સુરક્ષા વધારવાની માંગ કરી છે. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે મૌલવી સોહેલ અબુબકરની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો છે. ઉત્તર પ્રદેશમાં કમલેશ તિવારી અને ગુજરાતમાં કિશન ભરવાડની હત્યાનો ઉલ્લેખ કરતાં રાણાએ કહ્યું કે તેઓ પણ કટ્ટરવાદીઓના નિશાના પર છે.
રાણાએ જણાવ્યું કે ઉપરોક્ત બંનેની હત્યા બાદ તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. આ પછી, સંગઠન દ્વારા ગુજરાત અને દેશના અન્ય વિસ્તારોમાં સોથી વધુ FIR દાખલ કરવામાં આવી છે. આ કેસમાં માત્ર સુરત ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરીને મૌલવી અબુબકરની ધરપકડ કરી હતી. અન્ય શહેરોમાં પોલીસે કાર્યવાહી કરવાને બદલે સમરી રિપોર્ટ દાખલ કરીને કેસ બંધ કરી દીધો હતો.
સુરત પોલીસે રાણાને એક્સ કેટેગરીની સુરક્ષા આપી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 6 મેના રોજ ધરપકડ કરાયેલા મૌલવીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે રાણાની હત્યા માટે 1 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવાની વાત થઈ હતી.