
Heatwave: દેશના ઘણા ભાગોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. ભારતના પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારો તીવ્ર ગરમીની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે ગરમીની સ્થિતિ રહેશે.
આ પહેલા બુધવારે ગુજરાતનું રાજકોટ શહેર સૌથી ગરમ નોંધાયું હતું. અહીં તાપમાન 43.8 ડિગ્રી સેલ્સિયસ હતું. હાલમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવના છે.